આ શીખ નેતાએ કહ્યું કે ખાલિસ્તાનીઓને શીખોનું સમર્થન નથી

વિદેશમાં રહેતા અને ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનારા ખાલિસ્તાનીઓ હંમેશા એવો દાવો કરતા આવ્યા છે કે તેમને તેમના સમુદાયનું સમર્થન મળે છે. પરંતુ હક્કીકત આ બધા થી કંઇક અતગ જ છે. વિદેશમાં રહેતા અન્ય શીખ લોકોના તે ખાલિસ્તાનીઓની ચળવળને સમર્થન આપે છે કે ન તો તેના નેતાઓને સમર્થન આપે છે.
હાલમાં જ ભારતીય મૂળના શીખ ઓફ અમેરિકા ઓર્ગેનાઈઝેશનના અમેરિકન શીખ નેતા જસ્સી સિંહે કહ્યું હતું કે ખાલિસ્તાની ચળવળને અમેરિકામાં કોઈ સ્થાન નથી અને ન તો અમેરિકન સરકાર અને ન તો શીખ સમુદાય આ આંદોલનને સમર્થન આપે છે. આ ઉપરાતં તોમણે જણાવ્યું હતું કે શીખો સાથે મોદી સરકારના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. તેમણે આ સમુદાય માટે ઘણું કર્યું છે. તેમજ તેમણે પંજાબના યુવાનોને નશાની લતમાંથી મુક્ત કરવા માટેની માંગ કરી હતી.
સિંહે કહ્યું હતું કે મોદી સરકારે શીખો માટે અન્ય સરકાર કરતાં વધુ સારા કામો કર્યા છે. પરંતુ એવા ઘણા મુદ્દા છે જેનો ઉકેલ જરૂરી છે. જેમાં 1984માં શીખો પર થયેલા અત્યાચારનો પણ સમાવેશ થાય છે. કોઈ શીખ આને ભૂલી શકે એ શક્ય નથી. પીએમએ ભારત અને વિશ્વના શીખ સમુદાય સાથે સીધા સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે. શીખો સુધી પહોંચવા માટે તેને અકાલી અને બાદલ જેવા વચેટિયાઓની જરૂર નથી.
તેમણે કહ્યું કે હતું કે મોટાભાગના શીખો ખાલિસ્તાન ચળવળનું સમર્થન કરતા નથી. ભારત અને અમેરિકામાં માત્ર અમુક જ લકો છે જે આવા આંદોલનને સમર્થન આપે છે.