ભારત પછી ચીનમાં તમિલ ફિલ્મ ‘મહારાજા’ ધમાલ મચાવશે…
બીજિંગઃ તમિલ ફિલ્મ ‘મહારાજા’ શુક્રવારે ચીનમાં રીલિઝ થશે અને તેની સાથે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થયા બાદ ચીનના દર્શકોને બતાવવામાં આવનારી આ પહેલી ભારતીય ફિલ્મ બનશે.
આ પણ વાંચો : સ્કૂલના દિવસોને યાદ કરીને અનન્યા પાંડેએ કરી ચોંકાવનારી વાતો…
પૂર્વી લદ્દાખમાં મડાગાંઠ ઉકેલવા માટે ગયા મહિને બંને દેશો વચ્ચે થયેલા કરાર બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ‘મહારાજા’ ફિલ્મની પ્રી-સ્ક્રીનિંગ શરૂ થઈ ચૂકી છે અને આ ફિલ્મ ચીનમાં હોલિવૂડની ‘ગ્લેડીયેટર-2’ અને સ્થાનિક ફિલ્મ ‘હર સ્ટોરી’ સાથે રિલીઝ થશે.
સરકારની માલિકીની સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું કે ફિલ્મને ચાઈનીઝ મૂવી રિવ્યૂ સાઈટ ‘ડૌબેન’ 10 માંથી 8.7 રેટિંગ મળ્યું છે અને તાજેતરના વર્ષોમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી ભારતીય ફિલ્મોમાં તેની ગણતરી થઈ રહી છે.
આ પણ વાંચો : હેં, Aishwarya Rai-Bachchan-Salman Khan સાથે આવ્યા, વીડિયો થયો વાઈરલ…
નિથિલન સ્વામીનાથન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિજય સેતુપતિ, અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ અને નટ્ટી નટરાજ જેવા કલાકારો છે. આ ફિલ્મ ભારતીય થિયેટર્સમાં 14 જૂને રિલીઝ થઈ હતી અને તે જબરદસ્ત હિટ રહી હતી. ‘મહારાજા’ ફિલ્મનું ચાઈનીઝ નામ ‘યિન ગુઓ બાઓ યિંગ’ છે.