ઇન્ટરનેશનલ

Pakistan એ Maharaja Ranjit Singh ની પ્રતિમા કરતારપુરમાં પુન: સ્થાપિત કરી

લાહોરઃ પાકિસ્તાને પોતાની ભૂલ સુધારી લીધી છે. શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની (Maharaja Ranjit Singh)પ્રતિમા બુધવારે કરતારપુર સાહિબમાં લગભગ 450 ભારતીય શીખ શ્રદ્ધાળુઓની હાજરીમાં સમારકામ બાદ ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા અગાઉ લાહોર કિલ્લામાં મહારાજા રણજીત સિંહની સમાધિ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. જેને ધાર્મિક કટ્ટરપંથીઓએ નુકસાન પહોંચાડ્યું હતું.

ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે

પાકિસ્તાન અને ભારતના શીખ સમુદાયના સભ્યો મહારાજાની સ્થાપિત પ્રતિમાની સામે ફોટા પડાવ્યા હતા. પંજાબ પ્રાંતના પ્રથમ શીખ મંત્રી અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (PSGPC)ના અધ્યક્ષ રમેશ સિંહ અરોરાએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કરતારપુર સાહિબને ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લાહોરની ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર ભારતીય સરહદની નજીક સ્થિત છે.

લાહોરના કિલ્લામાં પ્રતિમાને નુકસાન થયું હતું

રમેશ સિંહ અરોરાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે આજે ગુરુદ્વારા દરબાર સાહિબ, કરતારપુર સાહિબમાં સ્થાનિક અને ભારતીય શીખોની હાજરીમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમા સ્થાપિત કરી છે અને વધુ સારી સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેને લાહોર કિલ્લામાં નુકસાન થયું હતું.

ભારતીય શીખો પણ તેને જોઈ શકે

44 વર્ષીય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતાએ કહ્યું કે પુનઃસ્થાપિત પ્રતિમા કરતારપુર સાહિબ ખાતે મુખ્યત્વે એટલા માટે સ્થાપિત કરવામાં આવી હતી કે જેથી કોરિડોરનો ઉપયોગ કરીને સરહદ પારથી અહીં આવતા ભારતીય શીખો પણ તેને જોઈ શકે.

આ પણ જાણો

મહારાજા રણજીત સિંહની 9 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સૌપ્રથમ 2019 માં લાહોરના કિલ્લામાં તેમની સમાધિ નજીક સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ ઇસ્લામિક રાજકીય પક્ષ તહરીક-એ-લબૈક પાકિસ્તાન(TLP)ના કાર્યકરો દ્વારા તેને બે વાર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પંજાબના મહાન શીખ શાસકની પ્રતિમા બ્રિટિશ સંસ્થા દ્વારા રાજ્યના લોકોને ભેટમાં આપવામાં આવી હતી. મહારાજા રણજીત સિંહ શીખ સામ્રાજ્યના સ્થાપક હતા અને તેમનું સામ્રાજ્ય ભારતીય ઉપખંડના ઉત્તર પશ્ચિમ સુધી વિસ્તરેલું હતું અને રાજધાની લાહોર હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button