યે આગ કબ બુઝેગી: L.A.Fires ઓલવવા દરિયાઈ પાણી નહીં વાપરવા અમેરિકા લાચાર…
આગ હજુ પણ 'બેકાબૂ': અત્યાર સુધીમાં 16નાં મોત અને 13 જણ ગુમ
લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસ (Losangelesfire)માં સાતમી જાન્યુઆરીથી લાગેલી આગ હજુ સુધી ઓલવી શકાય નથી. આગ સતત આગળ વધી રહી છે, જે હજારો હેક્ટર અને ઈમારતોને આગને લપેટમાં લઈ લીધી છે. આગને નિયંત્રણમાં લેવા તમામ પ્રયાસ ચાલુ છે ત્યારે દરિયાઈ પાણીના ઉપયોગ મુદ્દે સવાલ કરવામાં આવી રહ્યા છે. પાણીના અભાવને કારણે ફાયર હાઈડ્રન્ટ સુકાઈ ગયા છે ત્યારે એક માઈલ દૂરના પેસિફિક મહાસાગરના પાણીનો ઉપયોગ કેમ નથી કરાતો એવા સોશિયલ મીડિયા પર સવાલ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Los Angeles Wildfires: આગે દિશા બદલતા ફાયર બ્રિગેડનો છૂટ્યો પરસેવો, બાઇડેને ગણાવ્યું- યુદ્ધ જેવું દ્રશ્ય
હા દરિયાના પાણીથી આગ ઓલવી શકાય પણ
સૌથી પહેલો સવાલ કરવામાં આવ્યો છે કે જો દરિયાના પાણીથી આગ ઓલવી શકાય છે, પરંતુ એટલું સરળ નથી. સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો આગ ઓલવી શકાય છે, પણ તેના ક્ષારયુક્ત ઘટકો નુકસાન પહોંચાડી શકે છે, તેથી હાલમાં ઉપયોગ કરતા નથી. દરિયાના પાણીમાં કાટરોધક એટલે કોસ્ટિક હોય છે, તેથી તે મેટલના સાધનોને નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે ફાયર પંપ, વોટર ડમ્પિંગ પ્લેન વગેરે આવશ્યક સાધનોનો સમાવેશ થાય છે. ઉપરાંત, જમીનને બંજર કરી શકે છે. પાણીમાં ભળેલું મીઠું કાં તો જમીનમાં ભળી જાય અથવા અન્ય જળાશયોમાં વહી જવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં જમીનને ઉજ્જડ બનાવી શકે છે. અથવા જમીનની ખારાશમાં વધારો થઈ શકે છે.
હજુ પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે
અમેરિકાના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. 13 લોકો ગુમ છે. 5000થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગને કારણે અધિકારીઓએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. લોસ એન્જલસ એક કરતા અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પંદર ડિગ્રી જેટલા તાપમાનમાં પણ આગને નિયંત્રણમાં લાવી શકતા નથી.
આગ બાળકોના આરોગ્ય માટે ખતરનાક બનશે
આગને કારણે બધી શાળાઓ બંધ છે અને શહેરના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. લોસ એન્જલસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખતરનાક હવાથી બચાવવા માટે ગુરુવાર અને શુક્રવારે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. સુપરિન્ટેન્ડેન્ટ અલ્બર્ટો કાર્વાલ્હોએ કહ્યું હતું કે “શાળામાં જોખમ ખૂબ વધારે છે અને તે શ્વસનની બીમારી સામે લડી રહેલા બાળકો માટે ખતરનાક બની શકે છે.
બે પ્રાથમિક શાળાને પણ થયું છે નુકસાન
લોસ એન્જલસના પૂર્વ હિસ્સામાં ઇટન કેન્યન અને હાઇલેન્ડ પાર્કમાં લાગેલી આગને કારણે ઘણી શાળાઓ અને ઘરોને અસર થઈ છે. બે પ્રાથમિક શાળાઓ અને પેલિસેડ્સ ચાર્ટર હાઇ સ્કૂલના ભાગોને નુકસાન થયું હોવાના રિપોર્ટ છે. ઇટનની આગમાં લગભગ 14,000 એકર જમીનનો નાશ થયો છે અને 5000થી વધુ ઇમારતોને ભારે નુકસાન થયું છે.
ફિલ્મ-ટીવી શોના શૂટિંગ સાથે અનેક કાર્યક્રમો રદ્દ
મનોરંજન ઉદ્યોગને પણ આગ, વીજળી ગુલ થવા અને ઝેરી હવાના કારણે ભારે ફટકો પડ્યો છે. જેના કારણે ઘણી ફિલ્મો અને ટીવી શોના શૂટિંગ રદ થવા લાગ્યા છે. શહેરમાં ઘણા પ્રીમિયર અને કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિમાં સુધારો જોવા મળે તે પહેલાં આપણે વધુ ભયંકર પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. લોસ એન્જલસ કાઉન્ટીના મેડિકલ એક્ઝામિનરની ઓફિસે પુષ્ટી કરી છે કે જંગલની આગમાં મોતનો આંકડો 16 સુધી પહોંચ્યો છે.
હેલિકોપ્ટરથી આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસ ચાલુ
એક નિવેદનમાં તેણે કહ્યું હતું કે પાંચ મૃત્યુ પેલિસેડ્સ ફાયરને કારણે થયા હતા અને 11 મૃત્યુ ઇટન ફાયરને કારણે થયા હતા. ફાયર ફાઇટર્સ ભારે પવનની વચ્ચે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પેસિફિક કિનારાથી દૂર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર અને અન્ય સેલિબ્રિટીઓના ઘર આવેલા છે તે મેન્ડેવિલે કેન્યનમાં આગને કાબૂ લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હેલિકોપ્ટર વડે પાણી ફેંકવામાં આવી રહ્યું છે.
વધુ ઝડપી પવનો ફાયર ફાઈટર્સ માટે અભિશાપ
એક નિવેદનમાં કેલફાયર ઓપરેશન્સ ચીફ ક્રિશ્ચિયન લિટ્ઝે જણાવ્યું હતું કે શનિવારે તેઓનું મુખ્ય ધ્યાન ઘાટી વિસ્તારમાં લાગેલી પેલિસેડ્સ ફાયર પર રહેશે, જે યુસીએલએ કેમ્પસથી દૂર નથી. કાઉન્ટી સુપરવાઇઝર લિન્ડસે હોર્વાથે જણાવ્યું હતું કે લોસ એન્જલસ વિસ્તારમાં “અકલ્પનીય આતંક’ની બીજી રાત હતી.
આ પણ વાંચો : કુદરત સામે ઘુટણિયે પડ્યું અમેરિકા, કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી અબજો ડોલરનું થયું નુક્સાન…
અહી પવનના કારણે આગ વધુ વિકરાળ બની રહી છે. હવામાન વિભાગના મતે વધુ ઝડપી પવનો ફાયર ફાઇટર્સ માટે અભિશાપ બની રહ્યા છે. જેના કારણે ઇન્ટરસ્ટેટ 405ની પાસ હોલિવૂડ હિલ્સ અને સેન ફર્નાન્ડો વેલીના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આગ લાગવાનો ખતરો છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે જણાવ્યું હતું કે શહેરમાં અનેક નાની-નાની આગને કાબૂમાં લેવામાં આવી છે.