ઇન્ટરનેશનલનેશનલ

કેનેડામાં જય શ્રીરામનો જયઘોષ! અયોધ્યાની પ્રેરણાથી બની નોર્થ અમેરિકાની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ

મિસિસૉગા/કેનેડા: ભગવાન શ્રીરામની ખ્યાતી ભારત સિવાય પૂર્વના દેશોમાં તો છે જ પરંતુ શું તમે જાણો છો કે ભગવાનમાં શ્રીરામની ખ્યાતીના સીમાડા વિસ્તરીને છેક કેનેડામાં પણ વ્યાપેલા છે. કારણ કે કેનેડાના મિસિસૉગા શહેરમાં ભગવાન શ્રીરામની સૌથી ઉંચી મૂર્તિ સ્થાપવામાં આવી છે. આ મૂર્તિ નોર્થ અમેરિકામાં સ્થાપવામાં આવેલી સૌથી ઉંચી મૂર્તિ છે. મિસિસૉગામાં આવેલા હિંદુ હેરિટેજ સેન્ટર દ્વારા આ મૂતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની પ્રેરણા અયોધ્યાથી લેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, આ મૂર્તિને સ્ટીલમાંથી બનાવવામાં આવી છે અને તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો પણ સામનો કરી શકે છે. આ મૂર્તિ 100 વર્ષ સુધી ટકી શકશે, જ્યારે આ મૂર્તિના અલગ-અલગ ભાગો દિલ્હીમાં બનાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને કેનેડા મોકલવામાં આવ્યા હતા.

કેનેડામાં તેના અલગ-અલગ ભાગોને જોડવામાં આવ્યા. આ પ્રોજેક્ટની શરૂઆત 4 વર્ષ પહેલાં થઈ હતી. આ મૂર્તિની ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ વિમાન ટોરંટોના પિયરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરશે, ત્યારે ઉપરથી આ પ્રતિમા સ્પષ્ટ દેખાશે.”

હિંદુ હેરિટેજ સેન્ટરના સંસ્થાપક આચાર્ય સુરિન્દર શર્મા શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ સમુદાય માટે એક મોટી ભેટ છે. મિસિસૉગાના મેયર કૅરોલિન પૅરિશે આ પ્રતિમાને મિસિસૉગાના હિંદુ સમુદાય માટે એક સીમાચિહ્ન (માઇલસ્ટોન) ગણાવી અને આ સ્થાપનાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને સ્વીકાર્યું.

હિંદુ હેરિટેજ સેન્ટરે જણાવ્યું કે પ્રતિમાની જે ઊંચાઈ છે, તેમાં નીચેનો સાત ફૂટ ઊંચું પ્લૅટફૉર્મ સામેલ નથી. આ ઉપરાંત ભવિષ્યમાં એક છત્ર એટલે છાયા માટેની પણ વ્યવસ્થા પણ કરવામાં આવશે. જ્યારે આ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી, ત્યારે હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button