ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બ્રિટનના લિવરપૂલમાં ઉજવણી કરી રહેલા ફૂટબોલ ચાહકોને કારે કચડયા, પોલીસે તપાસ શરૂ કરી…

લંડન: બ્રિટનના શહેર લિવરપૂલમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં ફૂટબોલ પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપની જીત બાદ ચાહકો રસ્તાઓ પર વિજયની ઉજવણી કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક એક માણસ ભીડમાં કાર લઈને આવ્યો હતો. કાર ચાલકે રોડ પર ઉજવણી કરી રહેલા લોકો પર કાર ચડાવી દીધી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. જોકે, પોલીસે ભીડ પર કાર ચડાવનાર આરોપીની ધરપકડ કરી છે.

એક કાર લોકોના ટોળામાં ઘૂસી ગઈ
આ ઘટનાની પોલીસે આપેલી માહિતી મુજબ લિવરપૂલ શહેરની ફૂટબોલ ટીમે પ્રીમિયર લીગ ચેમ્પિયનશિપ જીતી છે. તેની બાદ ચાહકો રસ્તાઓ પર ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન એક કાર લોકોના ટોળામાં ઘૂસી ગઈ. જોકે, કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. મર્સીસાઇડ પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલોની તપાસ કરવામાં આવી રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક ગ્રે મીની વાન બેદરકારીપૂર્વક એક રાહદારીને ટક્કર મારતી જોઈ શકાય છે. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ એક કારને રોકી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

BBC

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટોર્મરે ઘટનાની નોંધ લીધી
આ સમગ્ર ઘટના અંગે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટોર્મરે કહ્યું કે તેઓ ઘટના પછીની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. તેમણે પોલીસના ઝડપી પ્રતિભાવ બદલ આભાર માન્યો. સ્ટાર્મરે કહ્યું. આ ઘટનામાં ઘાયલ થયેલા અથવા પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. આ ઘટના બાદ શહેરમાં ભારે ઉજવણી થઈ હતી, જ્યાં હજારો નાચતા અને ગાતા ફેન્સ વરસાદમાં પલળતા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આપણ વાંચો : દક્ષિણ કેરોલિનાના બીચ ટાઉનમાં થયો ગોળીબાર, એકનું મોત અને 11 ઘાયલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button