Lebanon attack on Israel: લેબનનના ઇઝરાયેલ પર મિસાઈલ હુમલામાં એક ભારતીયનું મોત, બે ઘાયલ

તેલ અવિવ: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ(Israel Hamas war) ને પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે, હજુ સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી બની શકી નથી. હવે ઇઝરાયલ પર લેબનન (Lebanon)તરફથી પણ હુમલાઓનો કરવામાં આવ્યો છે. લેબનન તરફથી કરવામાં આવેલા એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું, ઉપરાંત અન્ય બે ભારતીયો પણ ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઇઝારલ લેબનન પર મિસાઈલ હુમલો કરી ચુક્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબનનથી છોડવામાં આવેલી એન્ટી-ટેન્ક મિસાઈલ ઈઝરાયેલની ઉત્તરીય સરહદ નજીક માર્ગલિયોટના એક બગીચામાં પડી હતી. જેના કારણે મૂળ કેરળના એક ભારતીયનું મોત થયું હતું, જયારે કેરળના અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય કેટલાક અન્ય લોકો પણ ઘાયલ થયા છે.
ઇઝરાયેલની રેસ્ક્યુ ફોર્સના પ્રવક્તા માઝેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 11 વાગે ગાલીલી ક્ષેત્રમાં માર્ગલિયોટ ગાર્ડનમાં બની હતી. કેરળના કોલ્લમના રહેવાસી પટનીબેન મેક્સવેલે આમાં જીવ ગુમાવ્યો હતો. તેમના મૃતદેહને જીવા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બુશ જોસેફ જ્યોર્જને પેતાહ ટિકવાની બેલિન્સન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેના ચહેરા અને શરીર પર ઈજાઓ થઈ છે. તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ભારતમાં તેમના પરિવાર સાથે વાત કરવામાં આવી છે.