ઇન્ટરનેશનલનેશનલ

‘કોઈપણ ઉપલબ્ધ ટિકિટ લઈને લેબનન છોડી દો…’ આ દેશોએ એડવાઇઝરી જાહેર કરી, ભારતે શું કહ્યું

યેરૂસલામ: ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયા બાદ ઈરાન અને લેબનનના હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર હુમલો (Iran, Hezbollah- Israel conflict) કરવાની ચેતવણી આપી છે, હિઝબુલ્લાહએ ગઈ કાલે જ ઉત્તરી ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા, યુ.એસ.એ ઇઝરાયલની મદદ માટે વધારાના યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ મોકલાવ્યા છે. પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વધી ગઈ છે. પશ્ચિમી દેશોએ તેમના નાગરિકોને લેબનોન છોડવા એડવાઇઝરી જાહેર કરી છે, એવામાં ભારતે પણ લેબનનમાં વસતા ભારતીયોને સુચના આપી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ(US-UK advisory)ની સરકારોએ તેમના નાગરિકોને “કોઈપણ ઉપલબ્ધ ટિકિટ” લઇ લેબનન છોડવાની સલાહ આપી છે. લેબનોનમાં યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે કેટલીક એરલાઇન્સે દેશમાં કામગીરી સ્થગિત કરી દીધી હોવા છતાં, હજુ પણ ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે અને નાગરિકોએ લેબનન છોડવા માટે ઉપલબ્ધ કોઈપણ ફ્લાઇટ બુક કરવી જોઈએ.

દરમિયાન, યુકે સરકારે પણ લેબનનમાં તમામ બ્રિટિશ નાગરિકોને તાત્કાલિક છોડી દેવાની સૂચના આપી છે. બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તણાવ વધી રહ્યો છે અને પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે. અમે લેબનનમાં અમારી કોન્સ્યુલર હાજરીને મજબૂત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ, ત્યાંના બ્રિટિશ નાગરિકોને મારો સંદેશ સ્પષ્ટ છે – લેબનન અત્યારે જ છોડી દો,”

ફ્રાન્સે રવિવારે લેબનોનમાં તેના નાગરિકોને ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચેના સંભવિત યુદ્ધની આશંકા વચ્ચે “શક્ય તેટલી વહેલી તકે” દેશ છોડવા હાકલ કરી હતી. ફ્રાંસના વિદેશ મંત્રાલયે લેબનન માટે સૂચના જાહેર કરી છે, “અત્યંત અસ્થિર પરિસ્થિતિના સંદર્ભમાં, અમે ફરી એકવાર ફ્રાન્સના નાગરિકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે, ફ્રાન્સ માટે સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ અને સ્ટોપઓવર ફ્લાઇટ્સ હજુ પણ ઉપલબ્ધ છે, ટીકીટની વ્યવસ્થા કરો અને શક્ય તેટલી વહેલી તકે લેબનન છોડી દો.”

વધી રહેલા તણાવ વચ્ચે, લેબનનમાં ભારતીય દૂતાવાસે ભારતીયોને સલાહ આપી છે કે તેઓ લેબનનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળે. દૂતાવાસે સાવચેતી રાખવા, કારણ વગર બહાર ન નીકળવા અને બેરૂતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આપી છે. લેબનનમાં વસતા ભારતીયો ઈમેલ આઈડી દ્વારા: cons.beirut@mea.gov.in અથવા ઈમરજન્સી ફોન નંબર 96176860128 પર સંપર્ક કરી શકે છે.

અહાવેલ મુજબ તેલ અવીવ શહેર સહિત મધ્ય ઇઝરાયેલના રહેવાસીઓએ Google Maps અને Waze જેવી નેવિગેશન એપ્સમાં વિક્ષેપોની જાણ કરી છે, ઇઝરાયલના કેટલાક વાહન ચાલકોને તેમનું લોકેશન લેબનન બૈરુતમાં સ્થિત દર્શાવવામાં આવી રહ્યું છે.

ઇઝરાયેલના મીડિયા અહેવાલો મુજબ, આ જીપીએસ ખામીએ સંભવિત ઈરાની હુમલા અંગે ચિંતા વધારી છે, કારણ કે ઇઝરાયેલ હિઝબોલ્લાના લશ્કરી વડા ફુઆદ શુકર અને હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહની તાજેતરની હત્યાઓ બાદ બદલો લેવા માટે તૈયાર છે.

ઇઝરાયલના હોલોનમાં શંકાસ્પદ ચાકુ વડે થયેલા હુમલામાં 70 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker