ઈટલીનો 1000 વર્ષ જૂનો ટાવર ધરાશાયી થવાની આરે…
રોમ: ઇટલીનો સૌથી જૂનો 1000 વર્ષ જૂનો ગેરિસેન્ડા નામનું ટાવર હવે ધરાશાયી થવાના આરે છે. બોલોગ્નામાં ગેરીસેન્ડા ટાવર અત્યારે એક બાજુ ઘણો ઝૂકી ગયો છે. 1000 વર્ષ જૂના આ ટાવર ‘લીનિંગ ટાવર’ના બીજા નામથી પણ ઓળખાય છે. 150-ફૂટ-ઊંચો ગેરીસેન્ડા ટાવર એક બાજુ થોડો નમી ગયો છે. જેના કારણે ત્યાંના અધિકારીઓ તે અચાનક ધરાશાયી ના થઇ જાય અને કોઇ જાનહાનિ ના થાય તે માટે તમામ પ્રકારની કવાયત કરી રહ્યા છે.
ગેરીસેંડા ટાવરની અખંડિતતા જાળવવા માટે ઇટલીની સરકાર વર્ષોથી તેની જાળવણી કરી રહી છે. પરંતુ હવે આ ટાવર વધુ પડતો નમી ગયો છે, જેના કારણે તેના પડવાનો ભય પણ વધી ગયો છે. ત્યારે તેના પડવાની સંભાવનાઓ ધ્યાનમાં રખીને શહેરના સત્તાવાળાઓને નાગરિક સંરક્ષણ યોજના અમલમાં મૂકવાની ફરજ પડી છે.
જેમાં ટાવર તૂટી પડવા અને કાટમાળ પડવાના કિસ્સામાં આસપાસની ઇમારતોની સલામતીને ધ્યાનમાં રાખીને ગેરીસેંડા ટાવરની આસપાસ મેટલ રિંગ લગાવવામાં આવશે. નજીકની ઇમારતો અને ત્યાં રહેતા લોકો માટેના જોખમને ઘટાડવા માટે લોકોને પહેલાતી જ ચેતવવામાં આવ્યા છે. તેમજ લોકોને સુરક્ષિત સ્થળો એ જવા માટે પણ કહાવમાં આવ્યું છે.
આ ઉપરાંત વૌજ્ઞાનિકો દ્વારા ટાવર પર સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે. જે ટાવર કંઈ બાજુ વધારે નમે છે કે પછી ટાવરમાં કંઇ તૂટે છે તો તેના વિશે તરત જ જણાવે છે. ટાવરમાં પત્થરોમાં પડેલી તિરાડો ઉપરની ઈંટો સુધી પહોંચી ગઇ છે. અને તેના કારણે જ અત્યારે ટાવરની આજુબાજુમાં કોરિડોર કરીને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવમાં આવી રહ્યું છે.