ઇન્ટરનેશનલ

UAEમાં Indian પ્રવાસીઓ માટે વીમા યોજનાનો શુભારંભ, પહેલી માર્ચથી લાગુ

દુબઇઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં રહેતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં દુબઇમાં ભારતીય દૂતાવાસે ભારતીય કર્મચારીઓ માટે નવી વીમા યોજનાની જાહેરાત કરી હતી. લાઇફ પ્રોટેક્શન પ્લાન (એલપીપી)નામની આ યોજના 1 માર્ચથી લાગુ કરવામાં આવી છે. દુબઈમાં ભારતના દૂતાવાસે કુદરતી અને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં મૃતકના સંબંધીઓને નાણાકીય લાભ આપવા માટે બ્લુ કોલર ભારતીય કામદારો માટે નવા વીમા પેકેજની જાહેરાત કરી હતી.

દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતીય બ્લુ-કોલર કામદારોની ભરતી કરતી મોટી કંપનીઓ અને વીમા સેવા પ્રદાતાઓ વચ્ચે એક પેકેજને લઇને બેઠકો કરી હતી. આ યોજના હેઠળ યુએઈમાં જે કામદારનું કુદરતી અને આકસ્મિક મૃત્યુ થશે તેને સહાય પુરી પાડવામાં આવશે એવું એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગની કંપનીઓમાં તેમના કર્મચારીઓ માટે અકસ્માતમાં મોતને લઇને વળતરની યોજના હોય છે પરંતુ કામદારોના કામ કરતા સમયે ઇજા કે મોત મામલે કોઇ વળતરની જોગવાઇ હોતી નથી. જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વીમા કંપનીઓ ગર્ગેશ વીમા સેવાઓ એલએલસી અને ઓરિઅન્ટ ઈન્શોરન્સ પીજેએસસી કામદારો અને અન્ય કર્મચારીઓ માટે લાઇફ પ્રોટેક્શન પ્લાન જાહેર કરવા પર સહમત થયા હતા. જે કામકારોને કોઈપણ કારણસર કુદરતી અથવા આકસ્મિક મૃત્યુને આવરી લેશે.

વધુમાં જણાવ્યું છે કે યોજના કેવી રીતે અમલમાં આવશે તેના નિયમો અને શરતો કંપનીઓ અને વીમા સેવા પ્રદાતાઓ વચ્ચે નક્કી કરવામાં આવી હતી. યોજનાના લોન્ચિંગ દરમિયાન કોન્સ્યુલ જનરલ સતીશ સિવને કહ્યું હતું કે ભારતીય સમુદાયનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?