ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

લશ્કર-એ-તૈયબા આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા, હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો…

ઇસ્લામાબાદ: ભારતમાં કેટલાક આતંકવાદી હુમલાને અંજામ આપનાર લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા (Abu Katal Murder) કરવામાં આવી છે. અબુ લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો ખૂબ નજીકનો માણસ હતો. અબુ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં સામેલ હતો. અજાણ્યા હુમલાખોરોએ અબુ કતલની હત્યા હતી, હત્યા વિશે વધુ માહિતી મળી નથી.

Also read : ‘આખી દુનિયા જાણે છે કે….’, ટ્રેન હાઇજેક મામલે પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો વળતો જવાબ

અબુ કતલ ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓને અંજામ આપી ચૂક્યો છે. NIA એ તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો. અબુ કતલ હાફિઝ સઈદ(Hafiz Saeed )નો માનવામાં આવતો હતો. હાફિઝ મુંબઈ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.

રિયાસી હુમલો:
આતંકવાદીઓએ ગત વર્ષે 9 જુનના રોજ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવખોડીથી કટરા જઈ રહેલી યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. ગોળીબારને કારણે બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને બસ ખીણમાં ખાબકી હતી, આ ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યાં હતાં અને 33 લોકો ઘાયલ થયા.

Also read : આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ

NIA એ હુમલાની તપાસ શરૂ કરી, ત્યારે અબુ કતલની ભૂમિકા અંગે જાણવા મળ્યું. અબુને હાફિઝનો રાઈટ હેન્ડ માનવામાં આવતો હતો, અગાઉના ઘણા હુમલાઓમાં તેણે હાઝીફને મદદ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button