ચીનમાં ભૂસ્ખલનઃ મૃત્યુઆંક વધીને ૩૧ થયો

બીજિંગ/કુનમિંગ: દક્ષિણ-પશ્ચિમ ચીનના પર્વતીય યુનાન પ્રાંતમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને ૩૧ પર પહોંચી ગયો છે, જેમાં ૨૪ લોકો હજુ પણ ગુમ છે, તેવું સ્થાનિક અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. આ ભૂસ્ખલન ઝાઓટોંગ શહેરના લિયાંગશુઈ ગામમાં સવારે લગભગ ૬ વાગ્યે થયું હતું, જેમાં સોમવારે કુલ ૪૭ લોકો ફસાયા હતાં.
રાજ્ય સંચાલિત ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા વીસ લોકો મૃત મળી આવ્યા છે, જ્યારે ૨૪ અન્ય લોકો ગુમ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયે ભૂસ્ખલન પછી તરત જ આપત્તિ ઘટાડવા માટેના પ્રાંતીય કમિશન દ્વારા સક્રિય કરાયેલ આપત્તિ રાહત માટે લેવલ-૩ કટોકટી સ્તરને અપગ્રેડ કર્યું હતું.
રાજ્ય સંચાલિત ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મંત્રાલયે બચાવ અને રાહત કાર્યને માર્ગદર્શન આપવા માટે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં ટીમો મોકલી હતી. ચીની સરકારે આપત્તિ રાહત અને કટોકટી બચાવ કાર્યને ટેકો આપવા માટે કુલ ૫૦ મિલિયન યુઆનના ભંડોળની ફાળવણી કરી છે જે શોધ અને બચાવ, અસરગ્રસ્ત લોકોના સ્થાનાંતરણ, ક્ષતિગ્રસ્ત ઘરોની મરામત અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું અહેવાલમાં જણાવ્યું હતું.
૪૫ રેસ્ક્યુ ડોગ્સ અને એક્સેવેટર, લોડર્સ અને ટ્રાન્સપોર્ટ વાહનો સહિત ૧૨૦ વાહનો સાથે સજ્જ ૧૦૦૦થી વધુ બચાવ કાર્યકરો સ્થળ પર શોધ અને બચાવ કાર્ય કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 7.3 રિક્ટર સ્કેલના ભૂકંપથી ચીનમાં ખળભળાટ મચી ગયો હતો.