લાહોરમાં નબળી હવાની ગુણવત્તાઃ પ્રાથમિક શાળાઓ અઠવાડિયા સુધી રહેશે બંધ

લાહોરઃ પાકિસ્તાનમાં ખતરનાક રીતે નબળી હવાની ગુણવત્તાને કારણે પાકિસ્તાનના અધિકારીઓએ સાંસ્કૃતિક રાજધાની લાહોરમાં એક અઠવાડિયા માટે પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી છે. આ માહિતી સરકારી અધિકારીઓએ આપી હતી.
૧૪ મિલિયનની વસ્તી ધરાવતા આ શહેરમાં બાળકોને શ્વાસ સંબંધી અને અન્ય બિમારીઓથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિનાથી ભારતની સરહદે આવેલા પૂર્વ પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં હવાની ગુણવત્તા નબળી પડ્યા બાદથી ઝેરીલા ગ્રે ધુમ્મસે હજારો લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને બિમાર કર્યા છે.
સરકારે કેટલાક વિસ્તારોમાં બાંધકામના કામ પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને ધુમાડો ફેંકતા વાહનોના માલિકોને દંડ ફટકાર્યો છે. સરકારી જાહેરનામા અનુસાર પ્રદૂષણને કારણે શાળાઓ એક સપ્તાહ સુધી બંધ રહેશે. પંજાબ પર્યાવરણ સંરક્ષણ વિભાગે જણાવ્યું કે હવામાં પીએમ ૨.૫ અથવા સૂક્ષ્મ રજકણોની સાંદ્રતા ૪૫૦ની નજીક પહોંચી ગઇ છે. જેને ખતરનાક માનવામાં આવે છે. લાહોર એક સમયે બગીચાઓના શહેર તરીકે જાણીતું હતું.
આ પણ વાંચો :કેનેડામાં રહેતા આ 20 ખૂંખાર ખાલિસ્તાની આતંકી પાકિસ્તાનના ઈશારે ભારતને કરે છે ટાર્ગેટ, જૂઓ લિસ્ટ…
આ શહેરમાં ૧૬મીથી ૧૯મી સદી સુધી મુઘલ કાળ દરમિયાન સર્વત્ર બગીચાઓ જોવા મળતા હતા. પરંતુ ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને વધતા જતા વસ્તી વધારાને કારણે હરિયાળી માટે ઓછી જગ્યા બચી છે.