PM મોદીની જિનપિંગ સાથે મુલાકાતની અસર, ચીને દેપસાંગ અને ડેમચોકથી 50 ટકા સેના હટાવી

India-China Relations: રશિયાના કઝાનમાં યોજાયેલી બ્રિક્સ સમિટ (BRICS 2024) દરમિયાન ભારતના પીએમ મોદી (PM Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) વચ્ચે આશરે 5 વર્ષ બાદ દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. જેની અસર હવે થઈ રહી હોવાનું લાગે છે. પૂર્વ લદ્દાખમાં તણાવ ઓછો કરવા બંને દેશોએ સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત બંને દેશોની સેના વર્ષ 2020ની સ્થિતિમાં પરત આવશે અને બોર્ડર પર ડિસએંગેજમેંટ કરવામાં આવશે. બંને દેશ વચ્ચે થયેલી આ સમજૂતીની અસર હવે જોવા મળી રહી છે. જાણકારી મુજબ, પૂર્વ લદ્દાખના ડેમચોક અને દેપસાંગમાં અત્યાર સુધીમાં બંને દેશની સેનાએ 50 ટકા સુધી પીછેહઠ કરી છે.
ડેમચોર અને દેપસાંગમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે 28-29 ઓક્ટોબર સુધી ડિસએંગજમેંટ પૂરું થઈ જશે. દિવાળીથી આ બંને સ્થળે પેટ્રોલિંગ શરૂ થઈ શકે છે. ઉદાહરણ તરીકે ડેમચોક અને દેપસાંગના વિવિધ વિસ્તારોમાં સૈનિક 2 થી 10 કિલોમીટર દૂર જશે. બંને દેશ એકબીજાના કમાન્ડર્સને પેટ્રોલિંગ દરમિયાન જવાનોની સંખ્યા બતાવશે, હૉટલાઇન પર વાતચીત કરશે, લોંગ રેનજ પેટ્રોલિંગ અને શોર્ટ રેંજ પેટ્રોલિંગની પૂરા જાણકારી અને સમય એકબીજાને આપવી પડશે. આ પ્રોસેસ મહિનામાં એક કે બે વખત અથવા તેનાથી વધારે વખત પણ થઈ શકે છે.
આ પણ અવછો :5 વર્ષ બાદ પીએમ મોદી અને શી જિનપિંગે કરી દ્વિપક્ષીય મુલાકાત, જાણો શું થઈ ચર્ચા
બંને દેશ પરસ્પર લોકલ સ્તરે વાતચીત કરશે. ટેન્ટ હટાવ્યા બાદ અને ફોરવર્ડ બેસને ડેમચોક અને ડેપસાંગની પાછળની તરફ લઈ જશે. આ અંતર બે કિલોમીટર કે તેથી વધારે પણ હોઈ શકે છે. બંને દેશો એકબીજાની અલગ અલગ ટેક્નોલોજીથી દેખરેખ રાખશે. તેમજ બંને દેશ વચ્ચે થયેલી પરસ્પર સમજૂતીનું પાલન કરશે. હાલ આ બંને વિસ્તારમાં જવાનોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે અને બંને બાજુથી સૈનિકો પાછળ હટી ગયા છે.