ભારતની તિજોરીની તાકાત જાણીને પાકિસ્તાનની ઊંઘ થશે હરામ
નવી દિલ્હી: પાકિસ્તાન હંમેશા તેમની સેના દુનિયામાં સૌથી શક્તિશાળી હોવાના તેમ જ તેમની જાસૂસી સંસ્થા દુનિયાની અવ્વલ નંબરની જાસૂસી સંસ્થા હોવાના બણગાં ફૂંકતું હોય છે. ફક્ત એટલું જ નહીં, એફએટીએફના બ્લેક લિસ્ટમાં નામ આવી ગયું હોવા છતાં અને વર્લ્ડ બૅંક તેમ જ ચીન પાસેથી લોન લઇને દેવામાં માથા સુધી ડૂબી ગયેલું પાકિસ્તાન ચાઇનાને ગધેડા વેંચીને ગુજરાન ચલાવી રહ્યું હોવા છતાં પોતાની તંગડી હંમેશા ઊંચી રાખતું હોય છે.
જોકે, હાલમાં જ જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર જો પાકિસ્તાનની નજર જશે તો ભારતની સરખામણી કરવાનો વિચાર કરનારા પાકિસ્તાનનું મગજ બહેર મારી જશે. હાલમાં જ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(આરબીઆઇ) દ્વારા ભારતના ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વ(વિદેશી ભંડોળ)ના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. પાંચમી એપ્રિલના રોજ સમાપન સમારોહ વખતે ભારતનું વિદેશી ભંડોળ અત્યાર સુધીનું સૌથી વધુ 648.56 અરબ ડૉલર રહ્યું હતું. જે 12 એપ્રિલના રોજ 5.40 અરબ ડૉલર ઘટીને 643.16 ડૉલર થઇ ગયું હતું. વિેદેશી ભંડોળનો મહત્ત્વનો ભાગ મનાતી ફોરેન કરન્સી એસેટ 6.51 કરોડ ડૉલર ઘટીને 564.65 અરબ થઇ હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન સરફરાઝનું મર્ડરઃ સરબજિત સિંહનો હતો હત્યારો
જોે આપણે પાકિસ્તાનના ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વની વાત કરીએ તો ભારતનું વિદેશી ભંડોળ તેના કરતાં 80 ગણુ વધારે છે. એટલે સમજી શકાય છે કે સૈન્ય બળ, અર્થતંત્ર, ક્ષેત્રફળ, જનસંખ્યા ઉપરાંત વિદેશી ભંડોળના મામલામાં પણ ભારત સામે પાકિસ્તાન કેટલું વામણું લાગે છે.
સ્ટેટ બૅંક ઑફ પાકિસ્તાનના જણાવ્યા મુજબ તેમનું વિદેશી ભંડોળ 14.4 મિલિયન ડૉલરનો વધારો થયો હતો અને તે 8.1 અરબ ડૉલરનો આંકડો આંબી શક્યું હતું. જો ચોકસાઇપૂર્વક ગણતરી કરીએ તો આંકડાઓના હિસાબે ભારતનું વિદેશી ભંડોળ પાકિસ્તાનના વિદેશી ભંડોળ કરતાં 79.40 ગણું વધુ છે.