કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના પત્ની શું કરે છે? જાણો ક્યાં વિગત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના પત્ની શું કરે છે? જાણો ક્યાં વિગત

ઓટાવાઃ કેનેડામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા. માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવી હતી. આ ઘટના કેનેડાના રાજકીય ઇતિહાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે. આ વખતે લિબરલ પાર્ટીનું નેતૃત્વ ભૂતપૂર્વ બેંકર માર્ક કાર્ની કરી રહ્યા હતા. માર્ક કાર્નીની જીત બાદ તેમના પત્ની ચર્ચામાં આવ્યા છે.

What does Canadian Prime Minister Mark Carney's wife do? Find out the details

કોણ છે માર્ક કાર્ની?

માર્ક કાર્નીનો જન્મ 16 માર્ચ, 1965ના રોજ કેનેડાના ફોર્ટ સ્મિથ નામના સ્થળે થયો હતો. તેમનું બાળપણ એડમોન્ટન નામના શહેરમાં વિતાવ્યું હતું. માર્ક કાર્નેએ અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી અને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમને યુવાનીમાં હોકી પણ રમતો હતો.

ક્યાં થઈ હતી માર્ક અને ડાયના ફૉક્સની મુલાકાત

માર્ક કાર્નીના પત્નીનું નામ ડાયના ફૉક્સ (ઉ.વ.59) છે. તેઓ બ્રિટિશ અર્થશાસ્ત્રી છે. પર્યાવરણ અને સામાજિક ન્યાય સાથે જોડાયેલા અનેક સંગઠનો સાથે કામ કરી ચુક્યા છે. માર્ક અને ડાયનાની પ્રથમ મુલાકાત ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી. ત્યાં બંને અભ્યાસ કરતા હતા. 1994માં માર્ક પીએચડી કરતા હતા ત્યારે બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પહેલા ટોરેન્ટોમાં રહ્યા, બાદમાં લંડન જતા રહ્યા હતા. માર્ક બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા બતા. 2020માં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ પરિવાર સાથે ઓટાવા પરત ફર્યા હતા. માર્ક અને ડાયનાની ચાર પુત્રીઓ – ક્લિયો, સોફિયા, અમેલિયા અને ટેસ છે. ડાયના ફૉક્સ પાસે કેનેડા અને બ્રિટન બંને દેશોની નાગરિકતા છે.

આપણ વાંચો:  જાણો.. કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જે કેનેડાના પીએમ તરીકે યથાવત રહેશે

Back to top button