લે ગઈ દિલ ગુડિયા જાપાન કીઃ પીએમ મોદીને જે દારૂમા ડોલ ભેટમાં મળી તેના વિશે જાણો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાનના બે દિવસના પ્રવાસે ટોક્યો પહોંચ્યા હતા. અહીં તેઓ ભારત-જાપાન વચ્ચેના 15મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. પોતાની જાપાન મુલાકાત દરમિયાન મોદી અહીંના પ્રખ્યાત શોરિંજન દારુમા જી મંદિર પહોંચ્યા હતા. અહીં પૂજારીએ તેમને એક ખાસ ઢીંગલી ભેટ આપી હતી, જેને મોદી પણ જોઈ રહ્યા હતા. આ ઢિંગલી હાલમાં ચર્ચામાં આવી ગઈ છે.
દારુમા ઢિંગલીનો બૌદ્ધ ધર્મ સાથે સંબંધ
આ ઢીંગલી સૌપ્રથમ જાપાનમાં એદો કાળ (૧૬૦૩-૧૮૬૮) દરમિયાન બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. દારુમા ઢીંગલી એક પરંપરાગત જાપાની ઢીંગલી છે, જે બૌદ્ધ ધર્મની પરંપરાના સ્થાપક બોધિધર્મ પર આધારિત છે. જાપાનમાં, તેને ભાગ્યશાળી ઢિંગલી માનવામાં આવે છે. દારુમા ઢીંગલી મૂળ માટીમાંથી બને છે અને તેમાં કાગળનો પણ ઉપયોગ થાય છે. તાકાસાકી દારુમા ઢીંગલીનો મુખ્ય રંગ લાલ છે. જાપાનમાં, લોકો માને છે કે લાલ રંગ દુષ્ટ આત્માઓને દૂર રાખે છે.
આ ઢિંગલી મુશ્કલીઓ સામે લડવાની અને હાર માની પીછેહઠ ન કરવાની ભાવના સાથે ઘરમાં રાખવામાં આવે છે.
આ પણ વાંચો…PM મોદીનો જાપાન અને ચીન પ્રવાસ, 15મા શિખર સંમેલન માટે ટોક્યો પહોંચ્યા