ઇન્ટરનેશનલસ્પોર્ટસ

વિરાટ, સરફરાઝ પછી હવે કેએલ રાહુલને પણ ઈજા, ટીમ ઇન્ડિયાએ ચિંતામાં મૂકી દીધા…

પર્થઃ ટીમ ઇન્ડિયા માટે તમામ વિદેશ પ્રવાસોમાં ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂર સૌથી મુશ્કેલ મનાય છે અને હાલમાં ભારતીય ખેલાડીઓ એ દેશની દોઢ મહિનાની ટૂર પર ગયા છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ન્યૂ ઝીલૅન્ડ સામેની તાજેતરની ટેસ્ટ-સિરીઝમાં ભારત 0-3થી હારી ગયું હતું અને એ પરાજય બૅટર્સની નિષ્ફળતાને લીધે જ જોવો પડ્યો હતો. એવામાં હવે આગામી બાવીસમી નવેમ્બરે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થાય એ પહેલાં ગણતરીના કલાકોમાં ભારતના ત્રણ બૅટરને ઈજા થઈ છે.

વિરાટ કોહલી ઈજાગ્રસ્ત હોવાથી ટીમ મૅનેજમેન્ટે તેની આ ઈજા બાબતમાં સ્કૅન કરાવડાવ્યું હતું. જોકે કોહલીની ઈજા ગંભીર ન હોવાનું પત્રકારોને જણાવાયું હતું.

યુવાન બૅટર સરફરાઝ ખાનને ગુરુવારે પર્થમાં પ્રૅક્ટિસ દરમ્યાન કોણીમાં બૉલ વાગ્યો હતો. ઘરઆંગણે કિવીઓ સામેના રકાસ બાદ હવે ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-શ્રેણી જીતવાનું ભારતીય ખેલાડીઓ પર માનસિક દબાણ હશે જ અને એવામાં એક પછી એક બૅટર ઈજાગ્રસ્ત થઈ રહ્યો છે. પ્રથમ ટેસ્ટને હજી અઠવાડિયું બાકી છે એટલે મોટી ચિંતાની વાત નથી, પરંતુ કૅપ્ટન રોહિત શર્મા પહેલી ટેસ્ટ કદાચ નહીં રમે એવા સંજોગોમાં રાહુલે જ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગમાં રમવાનું હોવાની વાતો વચ્ચે તેની આ ઈજાએ ટીમની મુશ્કેલી વધારી દીધી છે.

રાહુલ પ્રૅકિટસ સેશનમાં બહુ સારું રમી રહ્યો હતો. ખાસ કરીને તે શૉર્ટ બૉલનો સારો સામનો કરી રહ્યો હતો એવામાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાનો એક ઝડપી બૉલ તેને જમણા હાથની કોણી પર વાગ્યો હતો અને તે સારવાર માટે મેદાનમાંથી જતો રહ્યો હતો.

ત્યાર બાદ રાહુલ પાછો બૅટિંગમાં નહોતો આવ્યો.

કોહલીએ શુક્રવારે પર્થમાં પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ 15 મિનિટ બૅટિંગ કર્યા બાદ સીમ બોલર મુકેશ કુમારના એક બૉલમાં તે બીજી સ્લિપમાં કૅચ આપી બેઠો હતો.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયામાં હેડ-કોચ ગંભીર અને સિનિયર ખેલાડીઓએ ટીમના યુવાનિયાઓને કહ્યું…

કોહલીની પહેલાં યશસ્વી જયસ્વાલે પણ કેટલાક અફલાતૂન શૉટ્સ માર્યા બાદ 15 મિનિટની પ્રૅક્ટિસ બાદ તેણે બીજી સ્લિપમાં કૅચ આપી દીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button