ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

USA-Jordan: ‘અમે હજુ એક યુદ્ધ…’, જોર્ડનમાં ડ્રોન હુમલામાં અમેરિકન સૈનિકોના મોત, બાદ વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા

વોશીંગ્ટન: જોર્ડનમાં થેયલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા બાદ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ સ્વરક્ષા માટે જે પણ કરવું જરૂરી હશે એ કરીશું. ડ્રોન હુમલા અંગે મીડિયા સાથે વાત કરતા કિર્બીએ કહ્યું કે આ હુમલામાં અન્ય 30 અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ છે.

તેમણે કહ્યું, આ સૈનિકો આ વિસ્તારમાં એક મહત્વપૂર્ણ મિશન પર હતા. સંરક્ષણ વિભાગ પણ આ હુમલા અંગે વધુ માહિતી એકઠી કરી રહ્યું છે. ISIS વિરોધી મિશન અલગ છે. આ ઇઝરાયેલને સમર્થન આપવા અને પ્રદેશમાં સંઘર્ષને રોકવાના અમારા પ્રયાસો સાથે આ મિશન સંબંધિત નથી.

કિર્બીએ વધુમાં કહ્યું, ‘અમે વધુ એક યુદ્ધ નથી ઈચ્છતા. અમે એ દિશામાં આગળ વધવા માંગતા નથી. પરંતુ અમે સ્વબચાવ માટે જરૂરી બધું કરીશું. રાષ્ટ્રપતિ જો બિડેન રાષ્ટ્રીય સુરક્ષા ટીમને બે વાર મળ્યા. તેઓ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.


બીજી તરફ અમેરિકી સંરક્ષણ પ્રધાન એન્ટની બ્લિંકને કહ્યું કે તેમનો દેશ આ હુમલાનો જવાબ આપશે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ બહુ સ્પષ્ટ છે. અમે દરેક હુમલાનો નિર્ણાયક જવાબ આપીશું. અમારા સૈનિકોના જીવ લેનારા તમામ લોકોને અમે જવાબદાર ઠેરવીશું. અમે નિયુક્ત સમયે અને સ્થળે કાર્યવાહી કરીશું. અમે ક્ષેત્રમાં અમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી