ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને કેન્સર, આ દેશના વડા પ્રધાનોએ કહ્યું કે જલ્દી સારા થઈ જાય તેવી પ્રાર્થના

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા કેન્સરથી પીડિત છે. બકિંગહામ પેલેસ તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. સપ્ટેમ્બર 2022 માં રાણી એલિઝાબેથ 2 ના મૃત્યુ પછી તેમનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. રાજા ચાર્લ્સ ત્રીજા એક પ્રકારના કેન્સરથી પીડિત છે. પ્રોસ્ટેટ ગ્રંથિની તપાસ દરમિયાન તે કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, કેન્સરનો પ્રકાર જાહેર કરવામાં આવ્યો નથી. નિયમિત ચેકઅપ દરમિયાન કેન્સર હોવાની બાબત ડોક્ટરોના ધ્યાનમાં આવી હતી. જો કે ડોક્ટરોએ રાજા ચાર્લ્સને તમામ સરકારી કામકાજથી દૂર રહેવા જણાવ્યું હતું. જો કે રાજા ચાર્લ્સ સંચાલનનું કામ કાજ ચાલુ રાખશે પરંતુ કોઈ જાહેર સ્થળો એ જવાનું ટાળશે.

બકિંગહામ પેલેસના એક નિવેદન અનુસાર કિંગ ચાર્લ્સ સારવારને લઈને સંપૂર્ણપણે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે તેમની જાહેર જવાબદારીઓ પર પાછા ફરશે.

કિંગ ચાર્લ્સ કેન્સરથી પીડિત હોવાની બાબત જાણ્યા બાદ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યપં હતું કે એમા કોઈ શંકા નથી કે તમે ખૂબજ જલ્દી સારા થઈ જશો અને તમારા કામ પર પરત ફરશો.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનું નિદાન થયું ત્યરબાદ એક પોસ્ટ લખી હતી અને કિંગ ચાર્લ્સ ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.


ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ કિંગ ચાર્લ્સના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી અને તેમણે કહ્યું હતું કે અમે બ્રિટિશ લોકોની સાથે છીએ.


કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ કિંગ ચાર્લ્સને કેન્સરમાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કેનેડાના લોકો વતી હું કિંગ ચાર્લ્સ કેન્સરમાંથી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button