મધ્ય-પૂર્વ બાદ પૂર્વ એશિયા પણ યુદ્ધની આગમાં સળગશે? કિમ જોંગ-ઉને આપી મોટી ધમકી

સિઓલ: ઇઝરાયલના ગાઝા અને લેનનાન પર હુમલા અને ત્યાર બાદ ઈરાનના ઇઝરાયલ પર રોકેટમારાને કારણે મધ્ય પૂર્વમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળે એવા ભણકારા વાગી રહ્યા છે. દુનિયાભરના નેતાઓ તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે ઉત્તર કોરિયાના સુપ્રીમ લિડર કિમ જોંગ-ઉને દક્ષીણ કરિયાને ઘમકી આપી છે. કિમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને કહ્યું કે જો દક્ષિણ કોરિયા અને તેના સાથી યુનાઇટેડ સ્ટેટ્સ પ્યોંગયાંગના પ્રદેશ પર હુમલો કરશે તો તેમની સેના ખચકાટ વગર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.
| Also Read: ઈલોન મસ્કે X પર 200 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો, વડા પ્રધાન મોદીના આટલા ફોલોઅર્સ
મીડિયાના અહેવાલો અનુસાર, કિમ જોંગ-ઉને કહ્યું હતું કે “જો દુશ્મન… DPRK (ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા) ના સાર્વભૌમત્વ પર અતિક્રમણ કરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે…તો DPRK સંકોચ વિના પરમાણુ શસ્ત્રો સહિત તમામ રસ્તાઓનો ઉપયોગ કરશે.”
ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી, કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, કિમ જોંગ-ઉને બુધવારે સ્પેશિયલ ઓપરેશન ફોર્સના એક યુનિટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો દક્ષિણ કોરિયા તેની સાર્વભૌમત્વ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરશે તો તેની સેના પરમાણુ હથિયારો સહિત તમામ હથિયારોનો વિના સંકોચે ઉપયોગ કરશે.
આ દરમિયાન કિમ જોંગ-ઉને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલના નિવેદનની નિંદા કરી હતી જેમાં તેમણે કિમના શાસનના અંત વિશે વાત કરી હતી. કિમ જોંગ-ઉને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના જોડાણ બદલ યુન સુક-યોલની ટીકા પણ કરી હતી. કિમે કહ્યું કે તે સિઓલ અને વોશિંગ્ટન પ્રાદેશિક સુરક્ષા અને શાંતિ માટે ખતરારૂપ છે.
| Also Read: સિંગાપોરમાં ભારતીય મૂળના પૂર્વ પ્રધાનને કોર્ટે ૧૨ મહિનાની જેલની સજા ફટકારી
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાના સંબંધો દાયકામાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાએ સિયોલમાં મિલિટરી પરેડનું આયોજન કર્યું હતું. જેમાં દક્ષિણ કોરિયાએ બંકર નષ્ટ કરનાર મિસાઈલ hyunmu-5નું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ યુન સુક-યોલે કિમને ચેતવણી આપી હતી કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો અર્થ તેમના શાસનનો અંત આવશે.