ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ સામે ખાલિસ્તાન તરફી જૂથનું વિરોધ પ્રદર્શન

ભારતથી બહાર કેનેડા(Canada)માં ખાલિસ્તાની અલગાવવાદીઓ કેનેડામાં સક્રિય છે, જેઓ ભારતથી અલગ શીખ રાષ્ટ્રની સતત માંગ કરી રહ્યા છે. ગત શુક્રવારે કેનેડાના સરે(Surrey)માં ભારતના હાઈ કમિશનના કાર્યક્રમને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યાના એક દિવસ પછી, શનિવારે ટોરોન્ટો(Totonto) અને વાનકુવર(Vancouver) માં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે ખાલિસ્તાન તરફી જૂથો(Pro Khalistani)એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટોરોન્ટો અને વાનકુવરના બંને કોન્સ્યુલેટ વિકેન્ડ હોવાથી બંધ છે, આથી કામગીરી પર કોઈ અસર થઈ ન હતી. કોન્સ્યુલેટ જે બિલ્ડીંગમાં રહે તેને પોલીસે કોર્ડન કરી, બેરિકેડ લગાવ્યા અને દેખાવકારોને થોડા અંતરે રોકી રાખ્યા હતા.


આ પ્રદર્શન અલગતાવાદી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. SFJએ કહ્યું કે વિરોધ પ્રદર્શન નિજ્જરની હત્યાનો બદલો લેવા માટેની માંગ સાથે કરવામાં આવ્યું હતું.


કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગત વર્ષે 18 જૂને ખાલિસ્તાન મુવમેન્ટના આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યાના થઇ હતી, જેના વિરોધમાં કેનેડાના દરેક શહેરમાં ખાલિસ્તાન સમર્થકોની કાર રેલી પણ યોજાઈ હતી. ભારતે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો, તેની હત્યા પાછળ ભારતનો હાથ લોવાનો આરોપ કેનેડીયન સરકાર આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…