Protest બાદ કેન્યામાં પાછું ખેંચ્યું Tax Bill, પાટનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા
નૈરોબી: કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ ટેક્સ બિલ પરત ખેંચવાનો (Kenya withdraws tax bill after protests) નિર્ણય લીધો હતો. જોકે તેમ છતાં વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્યાની રાજધાની નૈરોબીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
ટેક્સ બિલના વિરોધમાં રાજધાનીમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસ્યા હતા અને એક હિસ્સાને તોડી પાડ્યો હતો અને તેમાં આગ લગાવી દીધી હતી.
પ્રદર્શનકારીઓએ ગયા સપ્તાહમાં કહ્યું હતું કે તેઓ ગુરુવારે સ્ટેટ હાઉસ તરફ કૂચ કરશે. પરંતુ તેમનું કહેવું છે કે તેઓને હજુ પણ રાષ્ટ્રપતિ વિલિયમ રુટો પર વિશ્વાસ કરતા નથી. જેમણે કહ્યું હતું કે ટેક્સમાં વધારો પાછો ખેંચી લેવામાં આવશે અને બજેટમાં ઘટાડો કરવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ રિગાથી ગાચાગુઆએ બુધવારે યુવા પ્રદર્શનકારીઓને આયોજિત વિરોધ પ્રદર્શન પરત લેવા અને સંવાદની તક આપવા વિનંતી કરી. નેતૃત્વહીન આંદોલન ઓનલાઇન શરૂ થયું જેમાં યુવાઓએ ધારાસભ્યોને પ્રસ્તાવિક કરવેરા વધારાને નકારવાની માંગ કરી હતી. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા.