કઝાકિસ્તાનની ખાણમાં ભીષણ આગમાં 21 લોકોના મોત
અલ્માટીઃ કઝાકિસ્તાનમાં આજે એક ખાણમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા છે. એક ખાનગી કંપની આ ખાણનું સંચાલન કરે છે. કોસ્ટેન્કો ખાણમાંથી 252 લોકોમાંથી 208 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને 18 ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બપોરે 12 વાગ્યા સુધી લગભગ 23 લોકોનો પત્તો લાગ્યો ન હતો.
કઝાકના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયવે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે તેમની કેબિનેટને ખાનગી કંપની સાથે રોકાણ સહકાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે દેશની સૌથી મોટી સ્ટીલ મિલનું સંચાલન કરતી કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવા માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપી રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગયા મહિને પ્રથમ નાયબ વડા પ્રધાન રોમન સ્ક્લેયરે મીડિયાને જણાવ્યું હતું કે કઝાકિસ્તાન સંભવિત રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે જેઓ મિલનો કબજો લઈ શકે. તેમણે કહ્યું કે કેબિનેટ આ કંપની તેની રોકાણની જવાબદારીઓ પૂરી કરવામાં, ઉપકરણોને અપગ્રેડ કરવામાં અને અનેક જીવલેણ અકસ્માતોને પગલે કામદારોની સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળતાથી અત્યંત નારાજ છે.