ઇન્ટરનેશનલમનોરંજન

કેટરિના કૈફ બનશે માલદીવ્સ ટુરિઝમની ગ્લોબલ એમ્બેસેડર: ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ?

માલે: ગત વર્ષે ભારત અને હિન્દ મહાસાગર આવેલા ટાપુ દેશ માલદીવ્સ (Maldives) વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો હતો, જે મહિનાઓ સુધી ચાલ્યો હતો. માલદીવ્સ સરકારના કેટલાક પ્રધાનોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીયો અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેને કારણે ભારતમાં માલદીવ્સ ટુરિઝમના બહિષ્કારનું કરવાનું અભિયાન ચાલ્યું હતું. હવે માલદીવ્સે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ(Katrina Kaif)ને ટુરિઝમ માટે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે.

માલદીવ્સના માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે કેટરિના કૈફ એક ગ્લોબલ આઇકોન છે, તેઓ એક પ્રતિષ્ઠિત કલાકાર અને એવોર્ડ વિનર ઇન્ટરપ્રેનિયોર છે, તેમની ખ્યાતી ઇન્ડસ્ટ્રીમાં અને દુનિયાભરમાં ફેલાયેલી છે. બ્લોકબસ્ટર ફિલ્મોમાં ઉત્તરમ કાર્ય અને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો સાથે, ભારતીય સિનેમામાં તેમનું મોટું યોગદાન છે.

વિઝિટ માલદીવ્સના સીઈઓ અને એમડી ઇબ્રાહિમ શિયુરીએ જણાવ્યું હતું કે કેટરીનાને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ. તેમણે કહ્યું “તેમની વાઇબ્રન્ટ પર્સનાલિટી અને વિશ્વભરના પ્રેક્ષકો સાથે મજબૂત જોડાણને કારણે તેઓ સની સાઈડ ઓફ લાઈફ માટે એક પરફેક્ટ પ્રતિનિધિ છે.”

નિવેદનમાં કહેવામાં આવ્યું, માલદીવ લક્ઝરી અને કુદરતી સૌંદર્યનું પ્રતિક છે, આ એક એવી જગ્યા જ્યાં લક્ઝરી સાથે શાંતિ પણ મળે છે. વિશ્વભરના પ્રવાસીઓને શ્રેષ્ઠ મુસાફરી માટે આકર્ષવા માટે આ કોલબરેશન કરવામાં આવ્યું છે.

આપણ વાંચો:  અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ‘ગુનેગાર’ જેવો વ્યવહાર: દૂતાવાસે લીધી ગંભીર નોંધ

કેટરિના કૈફે પણ માલદીવ્સ ટુરીઝમના બ્રાંડ એમ્બેસેડર બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેને કહ્યું આ કેમ્પેઈન વિશ્વભરના લોકોને માલદીવ દ્વારા પૂરી પાડવામાં આવતા અનોખા આકર્ષણ અને વિશ્વ-સ્તરીય ઓફરોથી માહિતગાર થવા મદદ કરશે.

આવતા મહીને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માલદીવની મુલાકાતે જવાના છે. ગયા વર્ષની શરૂઆતમાં બંને દેશોના સંબંધો બગડ્યા બાદ આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. એ પહેલા માલદીવ્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button