ઇન્ટરનેશનલનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Katchatheevu: ચૂંટણી મુદ્દો ગરમાયો, કૉંગ્રેસે કરી આ સ્પષ્ટતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારમાં પહેલો ગરમાયેલો મુદ્દો લગભગ કચ્ચાથીવુ ટાપુ બની શકે છે. વડા પ્રધાન મોદીએ બારતનો આ ટાપુ કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન શ્રીલંકાને આપી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે હવે કૉંગ્રેસના નેતા જયરામ રમેશે વળતા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરી મોદીએ કરેલા આક્ષેપોની ક્રોનોલોજી-ઘટનાક્રમ સમજવા લોકોને કહ્યું છે.

Katchatheevu ટાપુનો મુદ્દો હવે લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીનો મુદ્દો બને તેમ લાગી રહ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. જ્યારે વડાપ્રધાન મોદીએ રવિવારે તેમના અધિકારી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા સંવેદનશીલ મુદ્દો ઉઠાવવો તેમની નિરાશા દર્શાવે છે.

હવે કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે. જે સંજોગો અને સંદર્ભમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે તેની અવગણના કરીને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. જયરામ રમેશે ટ્વીટ કર્યું જેમાં તેમણે દરેક ઘટનાનો ક્રમ જણાવ્યો છે. તેમણે લખ્યું છે કે…

  1. ભાજપના તમિલનાડુ એકમના પ્રમુખે તમિલનાડુમાં મુદ્દો બનાવવા માટે RTI ક્વેરી દાખલ કરી. મહત્વપૂર્ણ જાહેર મુદ્દાઓ પર લાખો આરટીઆઈ પ્રશ્નોને અવગણવામાં આવે છે અથવા નકારી કાઢવામાં આવે છે, ત્યારે આને VVIP ટ્રીટમેન્ટ મળે છે અને તેનો ઝડપથી જવાબ આપવામાં આવે છે.
  2. ભાજપના તમિલનાડુ પ્રમુખ મીડિયાના મિત્રોમાં પોતાની આરટીઆઈના પ્રશ્નોના જવાબ ખુલ્લા મૂકે છે અને વડા પ્રધાન તેને મુદ્દો બનાવી દે છે. મેચ ફિક્સિંગ જેવી આ વાત છે.
  3. ઇતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે. જે સંજોગો અને સંદર્ભમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે તેની અવગણના કરીને કોંગ્રેસના નેતાઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. 1974માં, જ્યારે આ ટાપુ શ્રીલંકાનો હિસ્સો બન્યો ત્યારે સિરિમા બંદરનાઈકે-ઈન્દિરા ગાંધી સમજૂતીએ 600,000 તમિળ લોકોને શ્રીલંકામાંથી ભારતમાં પરત લાવવાની મંજૂરી આપી. એક જ પગલામાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ અત્યાર સુધીના છ લાખ રાજ્યવિહોણા લોકોને માનવ અધિકારો અને ગૌરવ અપાવ્યા.
  4. 2015 માં, મોદી સરકારે બાંગ્લાદેશ સાથે ભૂમિ સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં 17,161 એકર ભારતીય ક્ષેત્ર છોડ્યું હતું જ્યારે માત્ર 7,110 એકર જમીન મેળવી હતી. આમ કરવાથી ભારતના જમીન વિસ્તારમાં 10,051 એકરનો ઘટાડો થયો છે, પણ વડાપ્રધાન પર બાલિશ આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસ પાર્ટીએ સંસદના બંને ગૃહોમાં આ બિલનું સમર્થન કર્યું.
  5. રાષ્ટ્રની અખંડિતતા માટે વાસ્તવિક ખતરો એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની પીએલએ દ્વારા ભારતીય ક્ષેત્ર પર મોટા પાયે કરાયેલું અતિક્રમણ. ચીનને લાલ આંખ બતાવવાના વચન પર સત્તામાં આવેલા વડા પ્રધાને 19 જૂન, 2020 ના રોજ જાહેરાત કરીને ચીનને ક્લીનચીટ આપતા કહ્યું હતું કે એક પણ ચીની સૈનિક ભારતમાં ઘુસ્યો નથી. જ્યારે ભાજપના પોતાના સાંસદોએ સરકાર પર ચીની અતિક્રમણની વાતને સાચી ઠેરવી છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…