જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, આ ચહેરો ટ્રમ્પની સામે હશે
અમેરિકામાં પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, એવા સમયે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન હવે આ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે. ડેમોક્રેટ નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 1-2 દિવસમાં તેનો નિર્ણય લેવામાં આવશે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવો ચહેરો રજૂ કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં જો બાઇડેન ઘણા પાછળ રહી ગયા હતા અને ટ્રમ્પે બાજી મારી લીધી હતી.
જો બાઇડેનની ઉંમર પણ ઘણી છે, જે તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં બાધા બની શકે છે. હવાઈના ગવર્નર જોશ ગ્રીને તાજેતરમાં રાષ્ટ્રપતિ જો બાઇડેન અને અન્ય રાજ્યોના ગવર્નરો સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે જો બાઇડેન ટૂંક સમયમાં નિર્ણય લેશે કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં રહેવા માંગે છે કે નહીં.
જો બાઇડેન તેમની ઉમેદવારી પાછી ખેંચે છે તો ડેમોક્રેટ નેતા કમલા હેરિસ પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે. ગ્રીને એમ પણ જણાવ્યું હતું કે જો બાઇડેનને એમ લાગશે કે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરી ચૂંટણી જીતી શકશે નહી, તો તેઓ તો તેઓ રેસમાંથી બહાર થઈ જશે.
બાઇડેને ઘણી વખત કહ્યું છે કે રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવાનો તેમનો કોઇ ઇરાદો નથી અને તેઓટ્રમ્પ સામે ચૂંટણી લડશે જ, પણ રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે 27 જૂને એટલાન્ટામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં તેમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું અને તેમની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો હતો. હવે તેમની પોતાની પાર્ટીના કેટલાક નેતાઓએ તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થવા વિનંતી કરવાનું શરૂ કર્યું છે.
Also Read –