કમલા હેરિસ માટે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સરળ નહીં હોય કારણ કે….
યુએસ પ્રમુખ પદની ચૂંટણી 2024માં હાલના પ્રમુખ જો બાઇડને પોતાને ઉમેદવારની રેસમાંથી દૂર કર્યા છે તેમના આ નિર્ણયથી ડેમોક્રેટિક ઝુંબેશને ફટકો પડ્યો છે અને હવે બધાની નજર કમલા હેરિસ પર છે. જો બાઇડેને પ્રમુખ પદના ઉમેદવાર માટે કમલા હેરિસનું નામ આગળ કર્યું છે, પરંતુ તે એટલું સરળ નથી. બરાક ઓબામા અને નેન્સી પેલોસી જેવા અનુભવી નેતાઓએ હજુ સુધી કમલા હરિસને સમર્થન આપ્યું નથી. જોકે, જો બાઇડેન જાન્યુઆરી 2025 સુધી રાષ્ટ્રપતિ તો રહેશે જ. તે જ સમયે કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તો રહેશે, પરંતુ આ બાબત તેમને એટલે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવાર બનાવવા માટે પૂરતી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ડેમોક્રેટ્સ તેમના સ્થાને નવા ઉમેદવારની પસંદગી કરશે. પાર્ટીમાં કમલા હેરિસ સિવાય બીજા ઘણા એવા છે જે દાવેદાર બની શકે છે. કમલા હેરિસનું અપ્રુવલ રેટિંગ પણ જો બાઇડેન જેવું જ છે. આ પરિસ્થિતિમાં બીજા દાવેદારો માટે પ્રબળ તક છે.
કમલા હેરિસ
કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મેલા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, દિવંગત નાગરિક અધિકારોના વકીલ અને ન્યાયશાસ્ત્રી થર્ગુડ માર્શલને એક પ્રેરણા માને છે. તેમના પતિ લૉસ એન્જેલસમાં વકીલ છે. કમલા હેરિસ જાન્યુઆરી 2021થી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ આ પદ સંભાળનાર અમેરિકાની પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ નાગરિક છે.
જેબી પ્રિટ્ઝકર
ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકર સૌથી ધનિક રાજકારણી છે. તેમની કુલ સંપત્તિ 3.4 બિલિયન યુએસ ડોલર છે. સૌથી ધનિક અમેરિકનોની ‘ફોર્બ્સ 400’ યાદીમાં તેમને 250મું સ્થાન મળ્યું છે.
આ પન વાચો : અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી Joe Bidenએ કેમ પીછેહઠ કરી, શું હતી મજબૂરી ?
ગ્રેચેન વ્હાઇટમર
ગ્રેચેન વ્હાઇટમર મિશિગનના ગવર્નર છે. તેમણે 1995માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
જોશ શાપિરો
પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોને પાર્ટીના ઉભરતા નેતા માનવામાં આવે છે. તેમણે ગવર્નર પદ માટેની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમર્થિત ઉમેદવારને કારમી હાર આપી હતી. તેઓ એટર્ની જનરલ તરીકે પણ રહી ચૂક્યા છે.