ઇન્ટરનેશનલ

US President Election: કમલા હેરિસ શાસન કરવા માટે યોગ્ય નહીં હોવાનો ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દેશમાં શાસન કરવા માટે યોગ્ય નથી. ટ્રમ્પે તેમના ડેમોક્રેટિક હરીફ પર આ આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં પ્રમુખ ચૂંટણી-જંગ : ટ્રમ્પ વિરુદ્ધ કમલા અબ આયેગા મજા!

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (81) ગયા સપ્તાહના અંતે રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને કમલા હેરિસને આ પદ માટે સમર્થન આપ્યું હતુ. હેરિસ (59) હવે ડેમોક્રેટિક પાર્ટીની સંભવિત ઉમેદવાર છે અને ઓગસ્ટમાં ‘ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન’માં પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે તેમના નામની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

ટ્રમ્પે કહ્યું હતું કે “કમલા હેરિસ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઉદાર રાજકારણી છે. તે અતિ ઉદારવાદી રાજકારણી છે. તે બર્ની સેન્ડર્સ કરતાં પણ વધુ ઉદાર છે,” પૂર્વ રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો હતો કે, “જો તે ક્યારેય સત્તામાં આવશે તો તે આ દેશને ખૂબ જ ઝડપથી બરબાદ કરી દેશે. અમે એવું થવા દઈશું નહીં.”

આ પણ વાંચો: ‘ભગવાન મારી સાથે છે…’ ટ્રમ્પે હુમલાને બનાવ્યું ટ્રમ્પ કાર્ડ

ટ્રમ્પે કહ્યું હતું કે “જો કમલા બાઇડનની માનસિક અક્ષમતા અંગે આટલી બેશરમ થઇને તમારી સાથે ખોટુ બોલે છે તો તે તમારી સાથે કોઈપણ બાબતમાં ખોટું બોલી શકે છે. તેના પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં. બાઇડનની જેમ કમલા હેરિસ પણ નેતૃત્વ કરવા માટે અયોગ્ય છે અને તે આપણા દેશને નષ્ટ કરી દેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?