ઇન્ટરનેશનલ

ખાલિસ્તાનીઓના સમર્થનમાં  આ શું બોલ્યા Justin Tudo, કહ્યું કેનેડાના તમામ હિંદુ…

ઓટાવા : કેનેડામાં  ખાલિસ્તાની સમર્થકો  સતત હિંદુઓ અને તેમના મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં ગત  3 નવેમ્બરના રોજ  બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાની સમર્થકોએ  હુમલો કર્યો હતો. ભારત સરકારે પણ આ હુમલાઓની નિંદા કરી છે. આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ(Justin Tudo)સ્વીકાર્યું છે કે દેશમાં ખાલિસ્તાન સમર્થકો છે. આ સાથે જ તેમણે કેનેડામાં હિન્દુ સમુદાયના લોકો અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.

Also read: અમેરિકામાં પૂર્વે રચાયું હતું Donald Trump ની હત્યાનું ષડયંત્ર, આ દેશ પર લાગ્યો આરોપ

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ખાલિસ્તાની સમર્થકો કેનેડામાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. સમાચાર અહેવાલો અનુસાર ટ્રુડોએ ગયા અઠવાડિયે ઓટાવામાં પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીના કાર્યક્રમમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, કેનેડામાં ખાલિસ્તાનના ઘણા સમર્થકો છે, પરંતુ તેઓ સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. દેશમાં હિંસા કે અસહિષ્ણુતા કે ડરાવવા માટે કોઈ સ્થાન નથી.

હિન્દુ સમુદાય વિશે આ કહ્યું

આ દરમિયાન તેમણે કેનેડાના હિન્દુ સમુદાયના લોકો માટે કહ્યું કે, કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના સમર્થકો છે. પરંતુ તેઓ તમામ હિન્દુ કેનેડિયનોનું પ્રતિનિધિત્વ કરતા નથી.

Also read: દક્ષિણ કેલિફોર્નિયામાં આગઃ ૧૩૨ ઇમારતને નુકસાન, 10,000 લોકોનાં સ્થળાંતરનો આદેશ

ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા  

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. કેનેડા સતત ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવી રહ્યું છે. જ્યારે ભારત સરકારે ટ્રુડોના આરોપોને વાહિયાત  અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. આ પછી ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. જ્યારે  ભારતે ઓટાવાથી તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પણ પાછા બોલાવ્યા છે. જે કેનેડા સાથે બગડતા સંબંધોનો સંકેત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button