જસ્ટિન ટ્રુડો ફરી ચર્ચામાં, સિંગર કેટી પેરીને ચુંબન કરતો ફોટો વાઈરલ

કેલિફોર્નિયા: કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેમાં હાલમાં એવી ચર્ચા હતી કે તે સિંગર કેટી પેરી ડેટિંગ કરી રહ્યા છે. જયારે હવે તેમના ફોટા પ્ર્કાશમાં આવ્યા છે. આ અંગે ફોટા પણ વાઈરલ થયા છે. જેમાં શર્ટ લેસ જસ્ટિન ટ્રુડો કેટી પેરીને ચુંબન કરતા જોવા મળ્યા છે. આ બંને એક બોટ પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.
ફોટાએ ડેટિંગની અફવાઓને પુષ્ટિ કરી
સિંગર કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોના આ ફોટાએ ડેટિંગની અફવાઓને પુષ્ટિ કરી છે. આ બંને કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરામાં એક બોટ પર જોવા મળ્યા હતા. આ વાઈરલ ફોટાએ મહિનાઓથી ચાલી આવતી અટકળોનો અંત લાવ્યો. જયારે મહત્વની વાત એ છે કે, જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફીથી છૂટાછેડા લઈ ચૂક્યા છે અને ત્રણ બાળકોના પિતા છે. બે વર્ષના લગ્નજીવન બાદ સિંગર કેટી પેરી પણ રસેલ બ્રાન્ડથી અલગ થઈ ગઈ. સિંગર કેટી પેરીએ ઓર્લાન્ડો બ્લૂમ જોડે બ્રેક અપ થયું છે.
આ પણ વાંચો: કેનેડામાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ સોલ્ડ-આઉટ, કેનડાના વડા પ્રધાન પણ જસ્ટિન ટ્રુડો પણ હાજર રહ્યા
ટ્રુડો પેરીના ગાલ પર ચુંબન કરતા જોવા મળ્યા
આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર મોન્ટ્રીયલમાં ડિનર ડેટ પછી મીડિયા એટેન્શનથી ટ્રુડો નાખુશ હતા. જોકે નવા વાઈરલ ફોટા કંઈક અલગ જ સૂચવે છે. તેઓ એકબીજા સાથે રોમેન્ટિક મૂડમાં ખુશ દેખાતા હતા. આ વાઈરલ ફોટામાં કેટી પેરી કાળા સ્વિમસ્યુટમાં જોવા મળે છે. જેમાં શર્ટ લેસ ટ્રુડો પેરીના ગાલ પર ચુંબન કરતા જોવા મળે છે.
જસ્ટિન ટ્રુડો અને કેટી પેરીનું અંગત જીવન ચર્ચામાં રહ્યું
સિંગર કેટી પેરીનું અંગત જીવન હમણા જ ચર્ચામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે જૂનમાં તેણે અભિનેતા અને ગાયક ઓર્લાન્ડો બ્લૂમ સાથે સાત વર્ષ પછી તેની સગાઈ તોડી નાખી. આ બંને હવે તેમની પુત્રી, ડેઝી ડવને ઉછેરી રહ્યા છે. જયારે જસ્ટિન ટ્રુડોએ 18 વર્ષના લગ્નજીવન પછી ઓગસ્ટ 2023 માં તેમની પત્ની, સોફી ગ્રેગોઇર જોડેથી અલગ થવાની જાહેરાત કરી. ટ્રુડો અને સોફી ત્રણ બાળકોના માતાપિતા છે.