Justin Trudeau વિદાય ભાષણમાં ભાવુક થયા, રડતા રડતા કહ્યું મેં હંમેશા કેનેડાને પ્રથમ રાખ્યું | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

Justin Trudeau વિદાય ભાષણમાં ભાવુક થયા, રડતા રડતા કહ્યું મેં હંમેશા કેનેડાને પ્રથમ રાખ્યું

ટોરન્ટો: ભારત સાથે વિવાદોમાં ઘેરાયેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) આજે તેમના અંતિમ વિદાય ભાષણમાં ભાવુક થયા હતા. તેવો મીડિયા બ્રીફિંગમાં રડી પડયા હતા. તેમણે કહ્યું કે, મે આ કાર્યાલયમાં દરેક દિવસે એ સુનિશ્ચિત કર્યું છે કેનેડાના લોકોને સૌ પ્રથમ રાખું, હું લોકોને સાથ આપું, તેથી જ હું આજે એ કહેવા આવ્યો છું કે હું તમારી સાથે છું. આ સરકારના અંતિમ દિવસોમાં પણ અમે આજે અને ભવિષ્યમાં પણ કેનેડાના લોકોને નિરાશ નહિ કરીએ.

મેં હંમેશા કેનેડાને પ્રથમ રાખ્યું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયોમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વાત કરતી વખતે રડતા અને રડતા જોવા મળે છે.તે ભાવુક થયા હતા અને કહ્યું કે મેં હંમેશા કેનેડાને પ્રથમ રાખ્યું છે. આ દરમિયાન ટ્રુડોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પર લાદવામાં આવેલા ભારે ટેરિફનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રુડોએ કહ્યું કે અમને ડર છે કે નજીકના ભવિષ્યમાં ટેરિફને લઈને અમેરિકા અને કેનેડા વચ્ચે મોટું વેપાર યુદ્ધ ફાટી શકે છે. પણ હું કેનેડિયનોને ક્યારેય નિરાશ નહીં કરું. હું તમને હંમેશા બીજા બધાથી ઉપર રાખીશ. કારણ કે મેં હંમેશા કેનેડાને પ્રથમ રાખ્યું છે.

Back to top button