કેનેડાના પીએમ Justin Trudeauનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું અમે ખાલિસ્તાન સાથે…
કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ભારત અને કેનેડા વિશ્વની બે સૌથી મોટી લોકશાહી છે. આપણા બંને દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ, પરંતુ આપણે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને નજરઅંદાજ કરી શકીએ નહીં. ગયા વર્ષે 18 જૂને કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા થઈ હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા.
ખાલિસ્તાની તત્વોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા
એક પંજાબી ચેનલ સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું હતું કે ‘ભારત અને કેનેડા વિશ્વના બે મોટી લોકશાહી છે. આપણે બંનેએ સાથે મળીને ચાલવું જોઈએ. તેમણે કહ્યું કે અમારા સંબંધો સારા હોવા જોઈએ, પરંતુ હરદીપ સિંહ નિજ્જરની હત્યાએ એક સમસ્યા ઊભી કરી છે. જેને આપણે અવગણી શકીએ નહીં.
થોડા દિવસ પહેલા જ ટ્રુડોએ ખાલસા દિવસના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખાલિસ્તાન તરફી લોકો હાજર રહ્યા હતા. આટલું જ નહીં આ ઈવેન્ટમાં આ લોકોએ ભારત વિરોધી બેનર લગાવ્યા હતા. આ લોકોના હાથમાં ખાલિસ્તાની ઝંડા પણ હતા. જસ્ટિન ટ્રુડો જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે ખાલિસ્તાની તત્વોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
અમે ખાલિસ્તાનની સાથે છીએ
…
એટલું જ નહીં, જસ્ટિન ટ્રુડોએ એમ પણ કહ્યું કે અમે ખાલિસ્તાનની સાથે છીએ, પરંતુ શાંતિપૂર્ણ આંદોલન કરવું પડશે. અમે તેમને પ્રતિબંધિત નહીં કરીએ. કેનેડાના પીએમએ કહ્યું, ‘તમારો જે પણ અભિપ્રાય છે, અમે તેનું સમર્થન કરીએ છીએ.
આ એટલા માટે છે કારણ કે કેનેડા એક મુક્ત દેશ છે, પરંતુ તમારે શાંતિપૂર્ણ વિરોધ કરવો પડશે. એટલું જ નહીં, ખાલિસ્તાની તત્વો સામે ભારતના વાંધાને લઈને ટ્રુડોએ કહ્યું કે અમારું કામ રાજકીય આંદોલનને રોકવાનું નથી. તમને જણાવી દઈએ કે ભારતે પણ બૈસાખી પરેડમાં ખાલિસ્તાની સમર્થકોના એકત્ર થવાને લઈને કેનેડા સામે વાંધો ઉઠાવ્યો છે.