Muhammad Yunusને ગળે મળ્યા Joe Biden, અમેરિકાએ બાંગ્લાદેશ સરકારને સમર્થનનો કર્યો વાયદો
ન્યૂયોર્ક : બાંગ્લાદેશની(Bangladesh)નવી વચગાળાની સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે અમેરિકાએ પણ વચગાળાની સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ યુએસ પ્રમુખ જો બાઈડનને મળ્યા હતા. ખાસ વાત એ છે કે અમેરિકા પર બાંગ્લાદેશમાં સત્તા બદલવાના ષડયંત્રનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મળ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્ય સલાહકારના કાર્યાલયથી જાહેર પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે બાઈડને બાંગ્લાદેશની વચગાળાની સરકારને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે. પ્રેસ નોટ અનુસાર, બાઈડન કહ્યું છે કે જો વિદ્યાર્થીઓ તેમના દેશ માટે આટલું બલિદાન આપી શકે છે તો તેઓએ થોડી વધુ મદદ કરવી જોઈએ. યુનુસ અને બાઈડન મંગળવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મળ્યા હતા.
રાજકીય સંબંધો અંગે ખાતરી આપવામાં આવી હતી
આ પૂર્વે 15 સપ્ટેમ્બરે પણ અમેરિકાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોહમ્મદ યુનુસને મળ્યું હતું. અહેવાલો અનુસાર ત્યારબાદ આર્થિક વિસ્તરણ અને રાજકીય સંબંધો અંગે ખાતરી આપવામાં આવી હતી.
વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું
8 ઓગસ્ટના રોજ મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા. દેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા વિરુદ્ધ ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન ઓગસ્ટની શરૂઆતથી હિંસક બની ગયું હતું. આ પછી 5 ઓગસ્ટે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત પહોંચ્યા હતા. ત્યારથી તે ભારતમાં જ છે. એવા અહેવાલો છે કે બાંગ્લાદેશ શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી શકે છે.
Also Read –