Joe Biden Alzheimer: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અલ્ઝાઈમરથી પીડાઈ રહ્યા છે? તાજેતરના વિડીયો બાદ લોકોની પ્રતિક્રિયા
વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સના 81 વર્ષીય રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) અલ્ઝાઈમર(Alzheime) થી પીડાઈ રહ્યા હોવામાં અહેવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. તાજેતરના વિડિયોમાં જોવા મળે છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ‘હમાસ’નું નામ ભૂલી જાય છે, આ વિડીયો અંગે સોશિયલ મીડિયા પર તર્કવિતર્કો થઇ રહ્યા છે. ગઈ કાલે મંગળવારે 6 ફેબ્રુઆરીના રોજ જો બાઈડેને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા જો બાઈડેન અધવચ્ચે અટકી ગયા હતા.
તેમણે કહ્યું કે “આ અંગે થોડી ગતિવિધિઓ છે, અને હું નથી ઇચ્છતો, હું નથી ઇચ્છતો….મને યોગ્ય શબ્દો શોધવા દો….. તેમના તરફથી પ્રતિસાદ, ઉહ…. વિપક્ષ તરફથી … પ્રતિસાદ મળ્યો છે, પરંતુ, અહહ….”તેઓ શું કહેવા માંગે છે તે અંગે તેઓ થોડા સમય માટે મૂંઝવણમાં મુકાયા હતા, છેવટે કેટલાક સૂચનો બાદ કહ્યું, “હા, માફ કરશો, હમાસ તરફથી….” ડેમોક્રેટિક પાર્ટી તફરથી નોમિનેશન માટે બાઈડેનના પ્રતિસ્પર્ધી રેપ ડીન ફિલિપ્સે વિડિયો શેર કર્યો હતો. ફિલિપ્સે X પર લખ્યું, “હું આપણા રાષ્ટ્રપતિની પ્રશંસા કરું છું. મેં તેમને મત આપ્યો અને તેમના માટે પ્રચાર કર્યો છે.
તેમણે મારા ઘરની મુલાકાત લીધી છે અને મારા પરિવાર અને આપણા દેશ માટે સારું કામ કર્યું કરી છે. પરંતુ બધુ બરાબર હોવાનો ઢોંગ કરવા બદલ તમે બધાને શરમ આવવી જોઈએ. તમે આપણને અને તેમને એક આપત્તિ તરફ દોરી રહ્યા છો, અને તમે તે સારી રીતે જાણો છો.” વ્હાઇટ હાઉસમાં હાજર યુએસની એક જાણીતી ન્યુઝ ચેનલના મીડિયાના કર્મીએ જણાવ્યું કે “એ એકદમ સ્પષ્ટ હતું કે તેઓ ‘હમાસ’ શબ્દ યાદ રાખી શક્યા ન હતા, આ પ્રથમ વખત નથી – છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત, તેઓ સામાન્ય શબ્દો ભૂલી ગયા હતા, અને મને લાગે છે આ માત્ર સ્ટટરની સમસ્યા કરતાં વધુ છે.
આવું હવે વધારે થઈ રહ્યું છે અને મને લાગે છે કે આ તેમની વધતી ઉંમર કારણે થઇ રહ્યું છે ” તેમણે વધુમાં કહ્યું કે “અમેરિકામાં ઘણા લોકો ચિંતિત છે કે તેઓ આવનારી ચૂંટણી લડવા માટે સક્ષમ નથી.” સોશિયલ મીડિયા યુઝર્સે બાઈડેનના વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી, એક યુઝરે લખ્યું કે, “આ દુ:ખદ છે અને ડરામણી પરિસ્થિતિ છે. હું તેમની નીતિઓને આધારે બિડેનનો સમર્થક નથી, પરંતુ જે થઈ રહ્યું છે તે પ્રમાણિકપણે ભયાનક છે.” એક યુઝરે લખ્યું કે, ‘હું ફ્લોરિડામાં અલ્ઝાઈમર યુનિટમાં નર્સ હતી… હું જાણું છું કે હું શું જોઈ રહ્યો છું,”
એક અન્ય યુઝરે લખ્યું કે “તેઓ નર્સિંગ હોમમાં હોવા જોઈએ, વ્હાઈટ હાઉસમાં નહીં.”