‘ગોડ બ્લેસ અમેરિકા’ કાર્યક્રમ દરમિયાન જો બાઇડેન થયા ભાવુક, જૂઓ વીડિયો…

US President Joe Biden: અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો હતો. જાન્યુઆરી 2025 માં ડૉનાલ્ડ ટ્રમ્પ હાલ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાર્યકાળના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. કાર્યકાર સંભાળશે. દિગ્ગજોને સન્માનિત કરવા માટે આયોજીત ગૉડ બ્લેસ અમેરિકા કાર્યક્રમ દરમિયાન જો બાઇડેન અચાનક ભાવુક થઈ ગયા હતા. એક વીડિયોમાં તેઓ આંસુ લૂંછતા જોવા મળી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન બાઇડેને તેમના ભાષણમાં કહ્યું, અંતિમ વખત હું આર્લિંગટનમાં કમાન્ડર ઈન ચીફ તરીકે ઉભો છું. આર્લિંગટન નેશનલ સેરેમની દરમિયાન ગીત વાગતાં બાઇડેન ભાવુક થયા હતા.
આ પણ વાંચો : Bitcoin: ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી જીવંત, આ કારણે થયો બિટકોઇનના મૂલ્યમાં વધારો
આ કાર્યક્રમ અમેરિકાન સશસ્ત્ર દળમાં સેવા આપનારા દિગ્ગજોને સન્માનિત કરવા યોજવામાં આવે છે. સોશિયલ મીડિયા એક્સ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં બાઇડેનને ગીત ગાતી વખતે તેમની ભાવનાઓ પર નિયંત્રણ રાખતો જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓ ખુદને ભાવુક થતાં રોકી શક્યા નહોતા. આંખમાંથી આંસુ આવ્યા બાદ તેઓ તેને હાથથી લૂંછતા જોવા મળ્યા હતા. અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાયા બાદ જો બાઇડેન અને કમલા હેરિસ તેમની પ્રથમ સંયુક્ત ઉપસ્થિતિમાં અમેરિકન સૈન્ય દિગ્ગજોને સન્માનિત કરવા સાથે હતા.
સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ
સમારોહ દરમિયાન બાઇડેન અને હેરિસે અજ્ઞાત સૈનિકોની કબર જઈને પુષ્પાંજલિ આપી હતી. આ સમયે બાઇડેન એક ક્ષણ માટે અટક્યા હતા અને ક્રોસનું ચિન્હ બનાવ્યું હતું. સંબોધન દરમિયાન બાઇડેને કહ્યું, હું અહીંયા અંતિમ વખત કમાન્ડર ઈન ચીફ તરીકે ઉભો છું. તમારું નેતૃત્વ કરવું, સેવા, દેખભાળ, રક્ષા કરવી મારા જીવનનું સૌથી મોટું સન્માન છે.
આ પણ વાંચો : ટ્રમ્પને મળી ગયો તેમનો અજીત ડોભાલ, માઈક વોલ્ટ્ઝ બન્યા NSA
દિવંગત પુત્રને પણ કર્યો યાદ
બાઇડેને સંબોધન દરમિયાન તેમના દિવંગત પુત્ર બ્યૂ બાઇડેનને પણ યાદ કર્યો હતો. તે ડેલાવેયર આર્મી નેશનલ ગાર્ડમાં મેજર હતો. ઈરાકમાં ફરજ બજાવતી વખતે 2015માં ગ્લિયોબ્લાસ્ટોમામાં તેનું મોત થયું હતું. તેણે કહ્યું, તમારામાંથી અનેક લોકોની જેમ મારો પુત્ર બ્યૂ બાઈડેન પણ એક વર્ષ માટે ઈરાકમાં તૈનાત હતો.