જેફ બેઝોસે વિશ્વના બીજા સૌથી ધનિકનું સ્થાન ગુમાવ્યું, આ વ્યક્તિએ મેળવ્યું સ્થાન

નવી દિલ્હી : વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન ઓરેકલના લેરી એલિસને મેળવ્યું છે. આ પૂર્વે બીજા નંબરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હતા. ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર ગુરુવારે લેરી એલિસને તેમની કુલ સંપત્તિમાં 26 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો. જે એક દિવસમાં કોઈપણ અબજોપતિ દ્વારા ઉમેરાયેલા સૌથી વધુ સંપત્તિ છે. તેની બાદ 12 જૂને તેમની કુલ સંપત્તિ વધીને 243 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે એમેઝોનના ચેરમેન જેફ બેઝોસની કુલ સંપત્તિ 227 બિલિયન ડોલર છે. જેફ બેઝોસે 8 વર્ષ પછી અબજોપતિઓની યાદીમાં બીજું સ્થાન ગુમાવ્યું છે.
ઇલોન મસ્ક અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને
જેફ બેઝોસ હાલમાં મેટાના ચેરમેન માર્ક ઝુકરબર્ગ 239 બિલિયન ડોલર થી પાછળ રહી ગયા છે. ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક હજુ પણ અબજોપતિઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 407 બિલિયન ડોલર છે.
ઓરેકલના ઉત્તમ પ્રદર્શનને લેરી એલિસને ફાયદો
ઓરેકલના ઉત્તમ પ્રદર્શનને કારણે એલિસનની સંપત્તિમાં વધારો થયો છે. મે મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઓરેકલનો ચોખ્ખો નફો અને આવક બજાર અંદાજ મુજબ હતો. જેના કારણે કંપનીના શેરનો ભાવ પહેલીવાર 200 ડોલર ને વટાવી ગયો. એલિસનને પણ આનો ફાયદો થયો છે.ફોર્બ્સના અહેવાલ મુજબ, બુધવારે ઓરેકલના શેરના ભાવમાં 13 ટકાનો વધારો જોવા મળ્યો. કંપની દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, પ્રતિ શેર કમાણી 1.70 ડોલર પર પહોંચી ગઈ છે. જ્યારે વેચાણ 15.9 બિલિયન ડોલર થયું છે.
આપણ વાંચો: દુબઈના 67 માળના મરીના પિનેકલ ટાવરમાં આગ, 3820 લોકોનું રેસ્ક્યૂ કરાયું, કોઇ જાનહાનિ નહિ…
જેફ બેઝોસ વર્ષ 2017માં બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વર્ષ 2017 માં વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ત્યારબાદ તેમની કુલ સંપત્તિ 75.6 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ. આ ઉછાળા પાછળનું કારણ એમેઝોનના શેરના ભાવમાં વધારો માનવામાં આવતો હતો. ત્યારબાદ જેફ બેઝોસે વોરેન બફેટનું સ્થાન લીધું. ઇલોન મસ્કની વાત કરીએ તો આ અઠવાડિયે તેમની કુલ સંપત્તિ 191 મિલિયન ડોલર વધી છે. જે ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેત છે.