ઇન્ટરનેશનલ

વિશ્વ પર મંડરાઈ રહ્યો છે મહામારીનો ખતરો! જાપાનની બાબા વાંગા તાત્સુકીએ કરી ભવિષ્યવાણી…

ટોક્યોઃ ભૂતકાળમાં એવી અનેક ભવિષ્યવાણીઓ થઈ હતી, જે અત્યારે સાચી પડી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બાબા વાંગા દ્વારા ભવિષ્ય ભાંખતી અનેક વાણીઓ કહેવામાં આવી હતી. જાપાનમાં આવેલા સુનામી, યુરોપમાં આવેલા ભૂંકપને લઈને પણ બાબા વેગા દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જાપાનમાં રહેતી એક મહિલાએ એવી વાત કરી છે જેને લઈને લોકો અચરજમાં આવી રહ્યાં છે. આ મહિલાએ કોરોના મહામારીને લઈને ચોંકાવનારી વાત કહી છે.

આગાહી પ્રમાણે 2030માં ફરી દસ્તક દેશે કોરોના મહામારી
કોરોના મહામારીના કારણે લાખો લોકોનું મોત થયું હતું, આ મહામારીએ આખી દુનિયાને ખતરામાં મુકી હતી. ત્યારે જાપાનમાં રહેતી આ મહિલાએ કહ્યું કે, આજથી પાંચ વર્ષ પછી એટલે કે 2030માં ફરી કોરોના મહામારી દસ્તક દેશે. એટલું જ નહીં પરંતુ આ મહામારી વધારે ધાતક પણ સાબિત થશે તેવું પણ કહ્યું છે. મહત્વની વાત એ છે કે, આ મહિલાએ 2020માં કોરોના મહામારીને લઈને પહેલા પણ ભવિષ્યવાણી હતી.

જાપાનના બાબા વાંગા તરીકે ઓખવામાં રિયો તાત્સુકી
નોંધનીય છે કે, જાપાની લેખક રિયો તાત્સુકીને જાપાનના બાબા વાંગા તરીકે ઓખવામાં આવે છે. રિયો તાત્સુકીએ અગાઉ કોરોના રોગચાળાની આગાહી કરી હતી. તેમણે 2020 માં કોરોના રોગચાળાની આગાહી કરી હતી. કહ્યું હતું કે, કોરોના એપ્રિલમાં તેની ટોચ પર હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જાપાની મહિલા રિયો તાત્સુકીએ 1999 માં તેમના પુસ્તક ‘ધ ફ્યુચર એઝ આઈ સી ઈટ’ માં આ આગાહીઓ વિશે લખ્યું હતું. હવે રિયો તાત્સુકીએ બીજી આગાહી કરી છે, જેમાં 2030 માં કોરોના રોગચાળોના પાછો આવશે તેવી વાત કરી છે. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે કે આ કોરાના અત્યારે અદૃશ્ય થઈ જશે, અને 2030 માં ફરી એકવાર પાછો આવશે.

રિયો તાત્સુકીની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે
જાપાની ભવિષ્યવેત્તા રિયો તાત્સુકીની વાત કરવામાં આવે તો તેની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. રિયો તાત્સુકીએ ગાયક ફ્રેડી મર્ક્યુરી અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી હતી. રિયો તાત્સુકીએ તો આ વર્ષે જુલાઈ મહિનામાં જાપાનમાં સુનામીની આગાહી પણ કરી છે, જેમાં મોટા પાયે વિનાશ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને અત્યારે જાપાન પણ ચિંતિત છે. ત્યારે હવે ફરી હવે કોરોના મહામારી અંગે કરેલી ભવિષ્યવાણીના કારણે વિશ્વના અનેક દેશો ચિંતામાં આવી ગયાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button