ઇન્ટરનેશનલ

જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો જમીનમાં દટાયેલો બોમ્બ ફૂટ્યો: 80 ફ્લાઇટ્સ કરવી પડી રદ્દ…

ટોક્યો: છેક બીજા વિશ્વયુદ્ધના સમયમાં જમીનમાં દાટવામાં આવેલો બોમ્બ અચાનક ફાટતાં જાપાનના એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. જેના કારણે જમીનમાં મોટો ખાડો સર્જાયો હતો. જો કે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે એક અમેરિકન બોમ્બ હતો, જેને બીજા વિશ્વયુદ્ધથી જાપાનના એરપોર્ટ પર દાટવામાં આવ્યો હતો, પરંતુ આજે તે વિસ્ફોટ પામ્યો હતો. જેના કારણે ટેક્સી વે પર એક મોટો ખાડો પડી ગયો હતો અને 80 થી પણ વધુ ફ્લાઇટ્સને રદ્દ કરવી પડી હતી. જો કે આનાથી કોઇ જાનહાનિના અહેવાલો નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

જમીન અને પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે દક્ષિણ-પશ્ચિમ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર કોઈ વિમાન ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુષ્ટિ મળી છે કે વિસ્ફોટ 500 પાઉન્ડના અમેરિકન બોમ્બથી થયો હતો અને હવે કોઈ ખતરો નથી. જો અચાનક વિસ્ફોટનું કારણ હાલ તેઓ શોધી રહ્યા છે. નજીકની એવિએશન સ્કૂલ દ્વારા રેકોર્ડ કરાયેલા વિડિયોમાં વિસ્ફોટથી ફુવારાની જેમ હવામાં ડામરના ટુકડા ઉછળતા જોવા મળ્યા હતા.

જે જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયો હતો ત્યાં એક મોટો ખાડો પાડી ગયો હતો. જાપાની ટેલિવિઝન પર પ્રસારિત થયેલા વિડિયોમાં ‘ટેક્સી વે’માં ઊંડો ખાડો દેખાઈ રહ્યો છે. મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર 80 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને ગુરુવારે સવાર સુધીમાં કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા હતી. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકી સેના દ્વારા છોડવામાં આવેલા ઘણા બોમ્બ મળી આવ્યા છે, જે હજુ સુધી ફૂટ્યા નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત