ઇન્ટરનેશનલ

આ દેશમાં ફેલાઇ રહસ્યમય બિમારી, બે દિવસમાં જાન….!

કોરોના બાદ પરી એક વાર પૂર્વ એશિયાઇ દેશ જાપાન દુર્લભ બીમારીની ઝપેટમાં આવી ગયું છે. જાપાનમાં એક જીવલેણ અને દુર્લભ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. માહિતી અનુસાર, ચેપ લાગવાના 48 કલાકની અંદર દર્દીનું મૃત્યુ થઈ શકે છે. તેનો ફેલાવો પહેલા કરતા વધુ ઝડપી છે અને એકલા ટોક્યોમાં જ છ મહિનામાં આ રોગના 145 કેસ નોંધાયા છે.

જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝનું કહેવું છે કે તેઓ 1999થી આ રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છે. તેમણે આ રોગને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS) નામ આપ્યું છે. તેના બે પ્રકાર છે. પ્રથમ ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસ અને બીજું ગ્રુપ-બી સ્ટ્રેપ્ટોકોકસ છે. જો આપણને શરદી, ઉધરસ, તાવ અથવા ગળામાં દુખાવો થાય છે, તો તેમાં ગ્રુપ-એ સ્ટ્રેપ્ટોકોકસ નોંધવામાં આવે છે. ઘણી વખત તેમાં સારવાર માટે એન્ટિબાયોટિક્સ લેવી પડે છે. ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસ (GAS)ની કેટલીક જાતો ક્યારેક ખૂબ જ ખતરનાક બની જાય છે. આ કિસ્સામાં તેમને આક્રમક ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસ કહેવામાં આવે છે. તે જે સ્થિતિનું કારણ બને છે તેને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (STSS) કહેવાય છે. આ રોગ જાપાનમાં ફેલાઈ રહ્યો છે. બીજી બાજુ, ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ હાનિકારક નથી. તે આંતરડા વગેરેમાં જોવા મળે છે.

આ પણ વાંચો : માણસમાં બ્લડ ફ્લુના કેસની WHOએ કરી પૃષ્ટિ, પશ્ચિમ બંગાળનો બાળક સંક્રમિત

આ વર્ષે 2 જૂન સુધીમાં દેશમાં ગ્રુપ-A સ્ટ્રેપ્ટોકોકસ (GAS)ની ગંભીર ગણાતી જાતના રોગના 977 કેસ નોંધાયા છે, જ્યારે પાછલા વર્ષમાં કુલ 941 કેસ નોંધાયા હતા. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ રોગનું જોખમ વધારે છે. ફોલ્લા જેવી નાની ઇજાએ કે શરીર પરના ઘા મારફતે પણ આ રોગના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે.

આ રોગનો ફેલાવો અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે. 2022 પહેલા પાંચ યુરોપિયન દેશોએ આક્રમક STSSના કેસોમાં વધારો નોંધાવ્યો છે. આWHOએ કહ્યું છે કે કોવિડ નિયમોમાં છૂટછાટને કારણે STSSના કેસમાં વધારો થયો છે. આ રોગમાં આ વર્ષે મૃત્યુ દર 30 ટકા થયો છે અને દેશભરમાં STSSના કેસ અઢી હજારનો આંક વટાવી શકે છે. લોકોએ સતત તેમના હાથ સાફ કરવા જોઈએ અને ડૉક્ટર પાસે તરત જ ઘાની સારવાર કરાવવી જોઈએ. GASનો ચેપ દર્દીના આંતરડામાં પણ ફેલાઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button