ઇન્ટરનેશનલ

જાપાન મૂન મિશનઃ ભારતની જેમ જાપાન પણ આજે ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કરશે…..

જાપાનની સ્પેસ એજન્સી ‘JAXA’ (જાક્સા) નાસાનું મૂન મિશન આ 20 જાન્યુઆરીના રોજ ભારતની જેમ જ ચંદ્ર પર લેન્ડ કરાવવાનો પ્રયાસ કરશે. જો જાક્સાની યોજના પ્રમાણે જ ચંદ્ર મિશમ લેન્ડ થયું તો જાપાન ચંદ્ર પર ઉતરનાર પાંચમો દેશ બની જશે. 2023માં 7 સપ્ટેમ્બરના રોજ જાપાને મિશન પર SLIM (Smart Lander for Investigating Moon) અવકાશયાન લોન્ચ કર્યું હતું. આ ‘સ્લિમ’ લેન્ડર ભારતીય સમય અનુસાર રાત્રે 8:50 વાગ્યે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.

નોંધનીય છે કે ભારતીય અવકાશ એજન્સી ISRO ને ચંદ્ર પર પહોંચવામાં 40 દિવસ લાગ્યા હતા. જ્યારે જાપાની મિશન લોન્ચ થયાના લગભગ 4 મહિના પછી ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. જ્યારે ઈસરોએ મિશન લોન્ચ કર્યું ત્યારે ઘણા લોકો કહેતા હતા કે અમેરિકા અને રશિયા જેવા દેશો કરતા આપણે ઘણા ધીમા છીએ, પરંતુ જાપાનને 4 મહિના જેટલો સમય થઈ ગયો છે.


તેનું મુખ્ય કારણ એ છે કે જાપાને ચંદ્ર સુધી પહોંચવા માટે જે SLIM અવકાશયાનનો ઉપયોગ કર્યો હતો જે એકદમ ઊંચું છે જેના કારણે ઘણો લાંબો રસ્તો હોવા છતાં ઈંધણનો વપરાશ ઘણો ઓછો થાય છે. 4 મહિનાની સફરમાં જાપાનનું અવકાશયાન લગભગ એક મહિના સુધી ચંદ્રની પરિક્રમા જ કરી રહ્યું હતું.


જાપાનનું મિશન ચંદ્ર પર શિઓલી ક્રેટરમાં ઉતરવાનો પ્રયાસ કરશે. જાપાનીઝ સ્પેસ એજન્સીનો ઉદ્દેશ નિયુક્ત સ્થાન પર ચોક્કસ લેન્ડિંગ કરવાનો અને મિશનને સફળ બનાવવાનો છે. જો SLIM લેન્ડરની સરખામણી ભારતના વિક્રમ લેન્ડર સાથે કરવામાં આવે તો તેનું વજન ઘણું ઓછું છે. SLIM લેન્ડરનું વજન આશરે 200 kg છે, જ્યારે વિક્રમ લેન્ડરનું વજન 1750 kg છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં JAXA એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના હેતુ માટે સ્લિમ સ્પેસક્રાફ્ટને H-2A નામના રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ચાર દેશો ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં સફળ રહ્યા છે, જેમાં અમેરિકા, રશિયા, ચીન અને ભારતનો સમાવેશ થાય છે. જો આજે લેન્ડિંગ સફળ રહ્યું તો જાપાન પાંચમો દેશ બની જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button