ગ્લોબલ વોર્મિંગની અસરઃ ભારત બાદ જાપાનમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 225 વર્ષનો સૌથી ગરમ મહિનો રહ્યો ઓક્ટોબર…
Japan Weather: ગ્લોબલ વોર્મિગની અસર માત્ર ભારત પર જ નહીં સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. ભારતમાં ઓક્ટોબર 2024નો મહિનો છેલ્લા 124 વર્ષનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. હવે જાપાનમાં પણ ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. જે 1889 બાદ સૌથી વધુ ગરમ મહિનો નોંધાયો હતો. જાપાનમાં ઓક્ટોબર મહિનો 225 વર્ષનો સૌથી ગરમ મહિનો નોંધાયો હતો. જાપાન મોસમ વિજ્ઞાન એજન્સીના જણાવ્યા મુજબ, જાપાનમાં માસિક સરેરાશ તાપમાન સામાન્ય ઓક્ટોબરના તાપમાનથી 2.21 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.
આ પણ વાંચો : જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો જમીનમાં દટાયેલો બોમ્બ ફૂટ્યો: 80 ફ્લાઇટ્સ કરવી પડી રદ્દ…
ઉત્તર જાપાનમાં તાપમાન સરેરાશ 1.9 ડિગ્રી વધારે નોંધાયું હતું. જયારે પૂર્વ અને પશ્ચિમ જાપાનમાં તાપમાનમાં 2.6 ડિગ્રી વધારો થયો હતો. અનેક શહેરોના તાપમાનમાં નોંધનીય વધારો થયો હતો. હવામાન એજન્સી જેએમએ મુજબ, નવેમ્બરનું તાપમાન પણ સરેરાશથી વધારે નોધાઈ શકે છે. જોકે આગામી સપ્તાહના અંતથી ઠંડીની શરૂઆત થઈ શકે છે. જેનાથી તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર, જાપાનમાં ઉચ્ચ તાપમાનની પેટર્ન જુલાઈથી જ છે.
આ પણ વાંચો : ગ્લોબલ વૉર્મિંગને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે
ભારતમાં નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે છતાં દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શિયાળો જામ્યો નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષનો ઓક્ટોબર મહિનો 1901 બાદ સૌથી વધુ ગરમ રહ્યો, એટલેકે છેલ્લા 124 વર્ષમાં આ વર્ષનો ઓક્ટોબર મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. આ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્યથી 1.23 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું. હવામાન વિભાગે નવેમ્બર મહિનામાં પણ ગરમીનું પૂર્વાનુમાન લગાવ્યું હતું પરંતુ શિયાળા અંગે કોઈ માહિતી આપી નહોતી. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ ગરમ હવામાન માટે બંગાળની ખાડીમાં સક્રિય ઓછા દબાણ જવાબદાર ગણાવ્યું હતું.
આ પણ વાંચો : 2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?