જાપાનમાં તાત્સુગોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા

તાત્સુગો : જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો છે. શનિવારે તાત્સુગોમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી નીચે હતી. તાજેતરમાં અમામી કાગોશિમામાં 5. 5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાના લીધે જાન માલના નુકસાનના કોઇ અહેવાલ નથી.
ટોકારા ક્ષેત્રમાં દર વર્ષે 1500 ભૂકંપ
આ એશિયન દેશ જાપાન પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. તે વધુ ભૂકંપથી પ્રભાવિત સ્થળોની યાદીમાં આવે છે. તે પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. આ તે સ્થાન છે જ્યાં ત્રણ ટેક્ટોનિક પ્લેટો પેસિફિક, ફિલિપાઇન્સ અને યુરેશિયન પ્લેટો મળે છે. જેના લીધે જાપાનના વિવિધ ભાગોમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાય છે. જાપાનના ટોકારા ક્ષેત્રમાં દર વર્ષે 1500 ભૂકંપ આવે છે. ટોકારામાં કુલ 12 ટાપુઓ છે. જ્યાં કુલ 700 લોકો રહે છે.
ટોકારા ટાપુઓમાં એક દિવસમાં 183 વખત ધરતી ધ્રુજી ઉઠી
મીડિયા અહેવાલ મુજબ તાજેતરના દિવસોમાં જાપાનના ટોકારા ટાપુઓમાં ભૂકંપનો પૂર આવ્યો છે. 23 જૂન 2025 ના રોજ એક જ દિવસમાં 183 ભૂકંપ નોંધાયા હતા. આ સંખ્યા કોઈપણ સામાન્ય દિવસ કરતા અનેક ગણી વધારે છે. તે પછીની પરિસ્થિતિ પણ ઓછી ચિંતાજનક રહી નથી. 25 જૂને 15 વખત, 27 જૂને 16 વખત, 28 જૂને 34 વખત અને 29 જૂને 98 વખત ભૂકંપ અનુભવાયા હતા.
જાપાનમાં આટલા બધા ભૂકંપ કેમ આવે છે?
આ પહેલીવાર નથી કે ટોકારા ટાપુઓ આવી ભૂકંપ પ્રવૃ નું કેન્દ્ર બન્યા હોય. પાછલા વર્ષોના ડેટા આની પુષ્ટિ કરે છે. સપ્ટેમ્બર 2024 માં 346 ભૂકંપ આવ્યા હતા. જ્યારે ડિસેમ્બર 2021 માં 308 ભૂકંપ અનુભવાયા હતા. આ સ્પષ્ટ કરે છે કે આ વિસ્તાર ભૂસ્તરશાસ્ત્રીય રીતે ખૂબ જ સક્રિય અને સંવેદનશીલ છે.
આ પણ વાંચો…મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપ ના જોરદાર આંચકા, લોકોમાં ગભરાટ