ઇન્ટરનેશનલ

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.3 તીવ્રતા

ટોક્યોઃ સોમવારે સવારે જાપાનના પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક હવામાન એજન્સીએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 27.1 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 139.0 ડિગ્રી પૂર્વ રેખાંશ પર, પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓથી 530 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો ન હોવાથી ઈજાઓ કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.

જાપાનમાં આવેલા ભૂકંપ બાદ શરૂઆતમાં હવામાન વિભાગે સુનામીનું એલર્ટ જાહેર કર્યું ન હતું, પરંતુ થોડા સમય બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ લોકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

ગયા રવિવારે 4 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવાઈ, તુર્કી, ચિલી અને ઈન્ડોનેશિયામાં 5 થી 3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. લગભગ બે અઠવાડિયા પહેલા, પેરુમાં સૌથી મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા.

જાપાનમાં દર વર્ષે લગભગ 1500 જેટલા નાના મોટા ભૂકંપના આજકા અનુભવાય છે. જાપાનમાં ઇમારતોના બાંધકામને લઈને પણ ખૂબ જ કડક નિયમો છે. અહીં હંમેશા ભૂકંપ પ્રતિરોધક ઈમારતો જ બનાવવામાં આવે છે. 2024ની સાલની શરૂઆત જાપાનમાં ભૂકંપથી જ થઈ હતી. પહેલી જાન્યુઆરી 2024 ન રોજ જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ સુનામીના કારણે 48 લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ 30,000 ઘરોમાંથી વીજળી ગુલ થઈ ગઈ હતી. જાપાનની ભૂમિ હંમેશા ભૂકંપ, સુનામી અને જ્વાળામુખી જેવી ઘટનાઓ માટે જાણીતી છે. રિક્ટર સ્કેલ પર છ કે તેથી વધુની તીવ્રતાના વિશ્વના ધરતીકંપો માંથી 20% તો એકલા જાપાનમાં જ આવે છે. આ સિવાય સુનામીની પાયામાલી પણ અહીં વર્ષમાં ઓછામાં ઓછી વખત જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button