ડાબેરીઓના બેવડા વલણની ઈટલીનાં વડા પ્રધાન Georgia Meloni એ કાઢી ઝાટકણી

વોશિંગ્ટન ડીસી : ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ(Georgia Meloni)વૈશ્વિક ડાબેરી રાજકારણના બેવડા ધોરણોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવીયર મિલેઇ અને તેવો સાથે મળીને એક નવા વૈશ્વિક રૂઢિવાદી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Russia Ukraine War: પુતિન બાદ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું રશિયા-યુક્રેન સંઘર્ષ ને ઉકેલી શકે છે
ડાબેરીઓની ખોટી વાર્તાઓ પર વિશ્વાસ નથી
જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે, રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય હિતો અને સીમા સુરક્ષાની વાત કરે છે ત્યારે ડાબેરીઓ તેને લોકતંત્ર માટે ખતરો ગણાવે છે. તેમણે કહ્યું કે હવે ડાબેરીઓના બેવડા ધોરણો પ્રકાશમાં આવ્યા છે. દુનિયા હવે ડાબેરીઓની ખોટી વાર્તાઓ પર વિશ્વાસ નથી કરતી અને રાષ્ટ્રવાદી નેતા પર થઇ રહેલી ટીકાથી પરિચિત છે.
મેલોનીએ ડાબેરીઓની ચિંતા તરફ ઈશારો કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અને કાર્ય કરવાની શૈલી પર ભરોસો વ્યક્ત કરતાં મેલોનીએ ડાબેરીઓની ચિંતા તરફ ઈશારો કરતા જણાવ્યું હતું કે તે ચિંતિત છે કારણ કે દક્ષિણપંથી નેતા જીતી રહ્યા છે અને વૈશ્વિક મુદ્દા પર સહયોગ કરી રહ્યા છે.
ડાબેરીઓનું બેવડું ધોરણ
રવિવારે વોશિંગ્ટન ડીસીમાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન, મેલોનીએ ડાબેરીઓ પર કટાક્ષ કરતા કહ્યું, ‘જ્યારે બિલ ક્લિન્ટન અને ટોની બ્લેરે 90ના દાયકામાં ગ્લોબલ ડાબેરી નેટવર્ક બનાવ્યું ત્યારે તેમને મહાન રાજકારણીઓ કહેવામાં આવતા હતા. પરંતુ આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, મિલેઇ અને મોદી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે ત્યારે તેમને લોકશાહી માટે ખતરો ગણાવવામાં આવે છે. આ ડાબેરીઓનું બેવડું ધોરણ છે.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વધતી જતી સમસ્યા
મેલોનીએ અગાઉ ઇટાલી સહિત સમગ્ર યુરોપમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વધતી જતી સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે કડક પગલાં લેવાની હિમાયત કરી હતી. જેમ કે અમેરિકામાં ટ્રમ્પ અને ભારતમાં પીએમ મોદી દ્વારા લેવામાં આવી રહ્યા છે.