ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન

બેંગલુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશમાં એક બાદ એક સિદ્ધિ મેળવીને દેશનું નામ રોશન કરી રહ્યું છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO હાલ ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે, આ મિશન 2028માં લોન્ચ કરવાની યોજના છે. એ પહેલા ISROએ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ-SpaDexમાં મહત્વની સફળતા મળી છે. ISROએ અનડોકિંગ સફળ થયાની પુષ્ટિ કરી છે, જેનાથી ચંદ્રયાન-4 અને અન્ય કેટલાક ભવિષ્યના મિશન માટેનો માર્ગ મોકળો થશે.

ISROએ એક X પોસ્ટમાં અનડોકિંગ સફળ રહ્યું હોવાની માહિતી આપી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે પણ X પર ISROની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે લખ્યું, “ટીમ ISRO ને અભિનંદન. આ દરેક ભારતીય માટે ઉત્સાહજનક સમાચાર છે! SPADEX સેટેલાઇટ્સે ડી-ડોકિંગની અવિશ્વસનીય સિદ્ધિ મેળવી છે.”

આ પણ વાંચો : ISRO ની વધુ એક ઝળહળતી સિદ્ધી; SpaDeX મિશન સફળ રહ્યું, દુનિયાનો ચોથો દેશ બન્યો

તેમણે વધુમાં લખ્યું કે, અનડોકિંગ સફળ રહવાથીભારતીય અંતરીક્સ સ્ટેશન, ચંદ્રયાન-4 અને ગગનયાન સહિત મહત્વાકાંક્ષી ભવિષ્યના મિશનના માટે માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત સમર્થન મળી રહ્યું છે.

ભારત વિશ્વનો ચોથો દેશ:

સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન 30 ડિસેમ્બર, 2024 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. બે ઉપગ્રહો SDX01 અને SDX02 16 જાન્યુઆરીના રોજ ડોક કરવામાં આવ્યા હતા. અમેરિકા, રશિયા અને ચીન પછી સ્પેસ ડોકીંગ સફળતા પૂર્વક પર પાડનાર ભારત વિશ્વનો ચોથો દેશ છે.

ISRO ના મતે SpaDeX મિશન એક કોસ્ટ ઈફેક્ટીવ મિશન છે, જેનો ઉદ્દેશ્ય બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને સ્પેસ ડોકીંગ કરવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button