ઇન્ટરનેશનલ

હમાસ આતંકીઓની નિર્દયતાની પરાકાષ્ઠા

હમાસ આતંકીઓની નિર્દયતાની યુદ્ધમાં યુવતીઓના અપહરણ અને બળાત્કારનો હથિયાર તરીકે ઉપયોગ

હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ તેમની બર્બરતાનો ચહેરો સામે આવ્યો છે. તેણે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં યુવતીઓને નિશાન બનાવી છે. અનેક ઇઝરાયલી યુવતીઓનું અપહરણ અને બળાત્કારની ઘટના જાણવા મળી છે અને ઇનેક ઇઝરાયલી યુવતીઓ ગાયબ છે.

ગાઝા પટ્ટીમાં આતંકવાદી સંગઠન હમાસ ક્રૂરતાની હદ વટાવી ગયું છે. શનિવારે વહેલી સવારે 5000 રોકેટોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર હમાસના ક્રૂર અને અમાનવીય કૃત્યોના ચોંકાવનારા વીડિયો અને ફોટા સામે આવી રહ્યા છે. આ યુદ્ધમાં હમાસના આતંકવાદીઓએ તમામ હદો પાર કરી છે અને યુવતીઓને નિશાન બનાવી છે. હમાસ આ યુદ્ધમાં બળાત્કારનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ઇઝરાયેલ વોર રૂમ ટ્વિટ કરીને જણાવ્યું છે કે યુદ્ધ હમાસે મહિલાઓનું અપહરણ કર્યું છે હમાસ લડવૈયાઓ બળાત્કારનો યુદ્ધના શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે )


આ હુમલામાં અસંખ્ય અને મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઈઝરાયેલ વોર રૂમે આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી છે. બિન-લાભકારી સંસ્થા ઇઝરાયેલ વોર રૂમે તેના સત્તાવાર એકાઉન્ટ પર હમાસ દ્વારા હુમલા બાદ ગુમ થયેલી યુવતીઓના ફોટા પોસ્ટ કર્યા છે. ઇઝરાયેલ વોર રૂમે આશંકા વ્યક્ત કરી છે કે હમાસ દ્વારા યુવતીઓ પર બળાત્કારનો હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે, ‘આ બર્બર લોકો પર કોઈ દયા ન બતાવવી જોઈએ.’

યુદ્ધના નામે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા શરૂ કરાયેલી ક્રૂરતાનો તમાશો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મહિલાનો ચોંકાવનારો વીડિયો દુનિયાની ઊંઘ હરામ કરી રહ્યો છે. એક વિદેશી યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશને નિવસ્ત્ર કરવામાં આવી હતી તે પછી ગુસ્સામાં, કેટલાક આતંકવાદીઓ યુવતીની લાશ પર થૂંકતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવતી જર્મનીની છે અને તે પાર્ટી માટે ઈઝરાયેલ ગઈ હતી.

https://twitter.com/MeghUpdates/status/1710859152657117280?s=20

અન્ય એક વીડિયોમાં એક યુવતી પોતાને બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. યુવતીનું આતંકવાદીઓ બાઇક પર અપહરણ કરતા જોવા મળે છે. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે પાર્ટી માટે આવી હતી. તેના પરિવારજનોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

https://twitter.com/pouriazeraati/status/1710733303009927493?s=20

હમાસના ઓચિંતા હુમલામાં યુવતી અને તેના બોયફ્રેન્ડને પકડી લેવામાં આવ્યા હતા. તે બોયફ્રેન્ડને ન મારવા વિનંતી કરતી જોવા મળી હતી. તેના બોયફ્રેન્ડને આતંકવાદીઓએ નિર્દયતાથી માર માર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button