બેરૂતમાં Israelના હુમલામાં 22ના મોત, UNની પીસકીપીંગ ફોર્સને પણ નિશાન બનાવી
બૈરુત: ઇઝરાયલે ફરી લેબનાન પર એર સ્ટ્રાઈક (Israel Attack on Lebanon) કરી છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ કે ઇઝરાયલે રુવારે સાંજે બૈરુત (Beirut) પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં 22 લોકો માર્યા ગયા અને 117 ઘાયલ થયા. આ એર સ્ટ્રાઈકમાં રાસ અલ-નબા વિસ્તાર અને બુર્જ અબી હૈદર વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા હતાં.
ઈઝરાયેલના હુમલાનું મુખ્ય નિશાન હિઝબુલ્લાહના કોમ્યુનિકેશન યુનિટનો ચીફ વફીક સાફા હતો, પરંતુ તે હુમલામાં બચી ગયો હતો. હિઝબુલ્લાહના અલ મનાર ટીવીએ પુષ્ટિ કરી કે હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે હુમલા સમયે સફા બિલ્ડિંગમાં હાજર ન હતા.
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાની માહિતી આપી છે. હવાઈ હુમલામાં એક આઠ માળની ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી, જ્યારે બીજી ઈમારતના નીચેના માળને ભારે નુકશાન પહોંચ્યું છે આ ઘટનાને કારણે બેરૂતમાં વિસ્થાપન સંકટ ઘેરુ બન્યું છે.
1 ઓક્ટોબરથી લેબનોન પર IDFના જમીન આક્રમણ અને હવાઈ હુમલામાં છેલ્લા એક મહિનામાં હજારો લોકો માર્યા ગયા છે.
ગુરુવારે, ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રની પીસકીપીંગ ફોર્સ પર પણ ગોળીબાર કર્યો હતો અને જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા. આ હુમલાને યુએસએ સહિત વિવિધ દેશો વખોડી કાઢ્યો હતો.
વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું: “ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં યુએન પીસકીપર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા બે સ્થાનો અને ટાવર પર ગોળીબાર કર્યો હતો એ અહેવાલથી અમે ખૂબ જ ચિંતિત છીએ.”
ઇઝરાયેલે પીસકીપીંગ ફોર્સને ચેતવણી આપી છે કે તેઓ તેમની વર્તમાન સ્થિતિઓથી પાછા હતી કારણ કે તેઓ ઇઝરાયલના લેબનાનના જમીન આક્રમણને અવરોધી રહ્યા છે.
Also Read –