ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ 60થી વધુ બંધકો ગુમ…
ગાઝા પટ્ટી પર ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલની સેના હમાસના સ્થાનો પર સતત જમીની હુમલા કરી રહી છે. આ હુમલાઓ વચ્ચે પેલેસ્ટિનિયન જૂથે હમાસને જણાવ્યું હતું કે ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે 60 થી વધુ બંધકો ગુમ છે. અગાઉ હમાસે કહ્યું હતું કે ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં 50 લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં હમાસને ખતમ કરીને જ રહેશે.
ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા 60 ઇઝરાયેલી બંધકોમાંથી 23 મૃતદેહો કાટમાળ નીચે ફસાયેલા મળી આવ્યા છે. જોકે ઇઝરાયલી સેનાએ આ બાબતે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઘણી વખત કહ્યું છે કે તેઓ હમેશાં એ વાત ને પ્રાથમિકતા આપશે કે જે લોકોને હમાસના આતંકવાદીઓ દ્વારા બંદી બનાવવામાં આવ્યાં છે તેને મુક્ત કરાવવા જોઈએ. આ માટે તે ઇજિપ્ત જેવા દેશો દ્વારા હમાસના આતંકવાદીઓ સાથે પણ વાત કરી રહ્યા છે. હમાસ દ્વારા બનાવવામાં આવેલા બંધકોની શોધમાં યુનાઇટેડ સ્ટેટ્સ ગાઝા પર સર્વેલન્સ ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ હમાસના આતંકવાદીઓ ઈઝરાયલની સરહદમાં ઘૂસી ગયા હતા. તેઓએ જાહેરમાં નાગરિકો પર ગોળીબાર કર્યો અને ગાઝા પટ્ટીમાં 200 થી વધુ લોકોને બંધક બનાવ્યા. આ બંધકોમાં ઈઝરાયલ ઉપરાંત અમેરિકા અને અન્ય દેશોના લોકો પણ સામેલ છે.