ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં ગાઝાનું ઐતિહાસિક શહેર રાખમાં ફેરવાયું: બેઇત હાનુનમાં 700 વર્ષ જૂની ઇમારતો ધ્વસ્ત

ગાઝા: ઇઝરાયલ અને ગાઝા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે હવે એક ઐતિહાસિક શહેર પણ તેનો ભોગ બની ગયું છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા બેઇત હાનુન શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શહેર ભયંકર રીતે તબાહ થયું છે.
બેઇત હાનુન રાખમાં ફેરવાયું
ઇઝરાયલ દ્વારા આજે ગાઝાના બેઇત હાનુન શહેરમાં છેલ્લી એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઈકમાં બેઇત હાનુનની 700 વર્ષ જૂની ઇમારતો પણ જમીનદોસ્ત થઈ ગઈ છે. હવે શહેરમાં એક પણ ઇમારત વધી નથી. ઇઝરાયલે ગાઝા પટ્ટીના એક ઐતિહાસિક શહેરને રાખમાં ફેરવી દીધું છે.
આપણ વાંચો: લોસ એન્જેલસમાં ઉડતા વિમાનના એન્જિનમાં આગ ભભૂકી, ઈમરજન્સી લેન્ડિંગથી મોટી દુર્ઘટના ટળી
ઇઝરાયલના આ હુમલાને લઇને ઓસ્ટ્રેલિયન યહૂદી સંઘના પૂર્વ પ્રમુખે લખ્યું કે, ‘હવે શહેર જ રહ્યું નથી.’ તેમના આ નિવેદનને લઈને માનવાધિકાર સંગઠનો અને મધ્ય પૂર્વના નિષ્ણાતોએ તેને ‘અસંવેદનશીલ અને અમાનવીય’ ગણાવ્યું છે.આ શહેરમાં પહેલા હજારો લોકો રહેતા હતા. પરંતુ યુદ્ધના માહોલને લઈને શહેર સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયું છે.
Blast so massive it's heard across south Israel destroys city where 5 IDF troops ambushed pic.twitter.com/zeB3V2yjpi
— RT (@RT_com) July 20, 2025
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા ગાઝાના તમામ શહેરો અને વિસ્તારોને ખંડેર બનાવી દીધા છે. યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આ ઘટનાને લઈને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. સાથોસાથ તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે.